સભાશિક્ષક 7:11 · ગુજરાતી બાઇબલ
હે મારા પ્રીતમ! ચાલ, આપણે ખેતરમાં જઇએ; અને આપણે ગામડાંમાં ઉતારો કરીએ.
Cross references
ગીતશાસ્ત્ર 45:12
તૂરના ધનવાન લોકો તમારા માટે ભેટ સોગાદો લઇને તમને મળવા આવશે.
સભાશિક્ષક 1:4
હે મારા પ્રેમી, મને લઇ જા તારી સાથે; ચાલ, ચાલને આપણે ભાગી જઇએ, રાજા મને તેના રાજમહેલમા લાવ્યો છે.ઓહ! અહીં આપણે કેવો આનંદ માણીશું અમે તારા માટે ખૂબ ખુશ થઇશું અને તારી પ્રસંશા કરીશું. તારો પ્રેમ; દ્રાક્ષારસથી પણ વધારે સારો છે, બધી યુવાન સ્ત્રીઓ તને શુભ આશયથી પ્રેમ કરે છે.
સભાશિક્ષક 2:10
મારા પ્રીતમે મને કહ્યું, “પ્રીતમા, મારી સુંદરી, ઊઠ,અને બહાર આવ.
સભાશિક્ષક 2:16
મારો પ્રીતમ મારો છે, ને હું પણ તેની જ છું; તે પોતાના ટોળાં સફેદ કમળોની વચ્ચે ચરાવે છે.
સભાશિક્ષક 4:8
હે મારી નવોઢા, લબાનોનથી તું આવ મારી સાથે; આપણે આમાનાહ પર્વતના શિખર પર જઇએ અને સનીરની ટોચ પરથી નિહાળીશું; આપણે હેમોર્ન પર્વતની ટોચ પરથી નીચે જ્યાં સિંહોના રહેઠાણ છે ત્યાં ચિત્તાઓ શિકારની શોધમાં ફરે છે.