સભાશિક્ષક 5:3 · ગુજરાતી બાઇબલ
“મે મારું વસ્ત્ર કાઢયું છે; તે હું કેવી રીતે ફરી પહેરું? મેં મારા ચરણ ધોયા છે; હું તેમને શા માટે મેલા કરું?”
Cross references
નીતિવચનો 3:28
જો તારી પાસે હોય તો તારા પડોશીને એમ ના કહીશ કે,” જાઓ,ફરીથી આવજો, આવતીકાલે હું આપીશ.
નીતિવચનો 13:4
આળસુ ઇચ્છે છે ઘણું, પણ પામતો કશું નથી; પણ ઉદ્યમી વ્યકિત પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.
નીતિવચનો 22:13
આળસુ માણસ બહાનુ કાઢે છે-રસ્તામાં તો સિંહ બેઠો છે, બહાર નીકળું તો ફાડી જ ખાય.
માથ્થી 25:5
વરને આવતાં ઘણી વાર લાગી એટલામાં બધીજ કુમારિકાઓ થાકી ગઈ અને ઊંઘવા લાગી.
માથ્થી 26:38
ત્યારે તે તેઓને કહે છે, “મારું હૃદય દુ:ખથી ભાંગી પડે છે. મારી સાથે અહીં જાગતા રહો અને રાહ જુઓ.”
લૂક 11:7
તમારો મિત્ર ઘરમાંથી જ ઉત્તર આપે છે, “ચાલ્યો જા, મને તકલીફ ન આપ! હમણા બારણું બંધ છે. હું અને મારા બાળકો પથારીમાં છીએ. હું હમણા ઊઠીને તને રોટલી આપી શકું તેમ નથી.
રોમનોને પત્ર 7:22
દેવના નિયમમાં હું અંતરના ઊડાણમાં ખૂબ સુખી છું.