હું રંગે શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ. આ સૂર્યના તડકાએ મને બાળી નાખી છે; મારા ભાઇઓ પણ કોપાયમાન થયા હતા; અને દ્રાક્ષાવાડીની રખેવાળી કરવા ત્યાં મને મોકલી આપી. તેથી હું શ્યામ થઇ ગઇ, મેં મારી પોતાની દ્રાક્ષાવાડી સંભાળી નથી.
Cross references
તે બંને બેથલેહેમ સુધી મુસાફરી કરીને ગઇ. તેઓ તેમને ગામ પહોચ્યા પછી લોકો તેમને જોઇને ખુશી થયા અને પૂછયું કે, “શું ખરેખર તેણી નાઓમી છે?”
મારી ચામડી કાળી પડી ગઇ છે, અને ખરી પડી છે. મારું શરીર તાવથી તપી ગયું છે.
મારા ભાઇઓને મન હું પારકા જેવો છું, અને મારી માના પુત્રને મન હું પરદેશી જેવો થયો છું.
સુલેમાનની બઆલ હામોનમાં એક દ્રાક્ષાવાડી હતી જે તેણે ખેડૂતોને ભાડે આપી દરેક ખેડૂતને તે પેટે ચાંદીના એક હજાર સિક્કા લાવીને આપવાના હતા.
મારી દ્રાક્ષાવાડી મારી પોતાની છે. હે સુલેમાન, તું તારા હજાર શેકેલ રાખી લે અને ભલે દરેક ખેડૂત પાસે બસ્સો શેકેલ રહે.”
મારા લોકોના ઘા જોઇને મારું હૈયું ઘવાય છે, હું શોક કરું છું; અને હું વિશાદથી દિગ્મૂઢ થઇ ગયો છું.
અને આના કારણે તારા પોતાનાં ભાઇઓ અને તારા પોતાના કુટુંબે પણ તને દગો દીધો છે. તેઓ તને મારી નાખવા માટે તારી પીઠ પાછળ મોટી બૂમો પાડે છે. તેઓ ગમે તેટલા મીઠા શબ્દોથી તારી સાથે વાત કરે, છતાં પણ તેઓનો વિશ્વાસ કરીશ નહિ.”
પણ હાલ તેઓ રસ્તામાં પડયાં છે, ઓળખાતા નથી. તેમના મોંઢાકાજળથી પણ કાળા પડી ગયા છે; તેમની ચામડી હાડકા પર ચીમળાઇ ગઇ છે અને સુકાઇને લાકડા જેવી થઇ ગઇ છે.
કારણકે એક પુત્ર પોતાના પિતાનો આદર કરતો નથી. પુત્રી માની સામે થાય છે, ને વહું પોતાની સાસુની સામી થાય છે; માણસના કુટુંબીઓ જ તેના વૈરી બની ગયા છે.
જો તમે મારા શિષ્યો છો, તો લોકો તમારી પજવણી કરશે, પરંતુ જે અંત સુધી ટકશે તેમનો જ ઉદ્ધાર થશે.
ચેલાઓ પોતાના ગુરૂ જેવા બનવામાં અને દાસે તેના શેઠ જેવા બનવામાં સંતોષ માનવો જોઈએ. જો ઘરના ધણીને જ બાલઝબૂલ (શેતાન) કહેવામાં આવે તો પછી ઘરના બીજા સભ્યોને કેવા નામથી સંબોધશે!
‘હું પુત્રને તેના પિતાની વિરૂદ્ધ, પુત્રીને તેની મા વિરૂદ્ધ, અને વહુને તેની સાસુ વિરૂદ્ધ કરવા આવ્યો છું.
પણ સુર્ય ઊગ્યો ત્યારે તે છોડ કરમાઇ ગયો હતો. તે અંતે સુકાઇ ગયો. કારણ કે તેને ઊંડા મૂળિયાં ન હતા.
શું તમે એમ માનો છો કે હું દુનિયાને શાંતિ આપવા આવ્યો છું? ના હું તો દુનિયાના ભાગલા પાડવા આવ્યો છું!
તે શહેરોમાં પાઉલ અને બાર્નાબાસે ઈસુના શિષ્યોને વધારે બળવાન બનાવ્યા. તેઓએ તેઓને વિશ્વાસમાં રહેવામાં મદદ કરી. પાઉલ અને બાર્નાબાસે કહ્યું, “દેવના રાજ્યમાં આપણે પ્રવેશવા માટે ઘણાં સંકટોનો સામનો કરવો પડે છે.”
જે કુદરતી રીતે જન્મેલો તે પુત્રએ બીજા પુત્ર સાથે ર્દુવ્યવહાર કર્યો. આજે પણ તેવું જ છે.