Home Bibles ☰ Books રોમનોને પત્ર 9:26 · ગુજરાતી બાઇબલ
રોમનોને પત્ર 9:26 · ગુજરાતી બાઇબલ

અને “એ જ ઠેકાણે દેવે કહ્યુ કે, ‘તમે મારી પ્રજા નથી’- તે જ ઠેકાણે તેઓ જીવંત દેવના દીકરા કહેવાશે.”

Cross references

યશાયા 43:6

હું ઉત્તરને કહીશ, તેમને જવા દે અને દક્ષિણને કહીશ, તેમને રોકતો નહિ. મારા પુત્ર-પુત્રીઓને દૂર દૂરથી ઠેઠ ધરતીને છેડેથી પાછા લાવો.

હોશિયા 1:9

ત્યારે યહોવાએ કહ્યું, “તેનું નામ લો-આમ્મી પાડ; કારણ કે તમે ઇસ્રાએલના લોકો મારા લોકો નથી, ને હું તમારો દેવ નથી.”

માથ્થી 16:16

સિમોન પિતરે ઉત્તર આપ્યો, “તું પોતે મસીહ, જીવતા દેવનો દીકરો છે.”

યોહાન 11:52

હા, ઈસુ યહૂદિ રાષ્ટ્રના લોકો માટે મરશે. પરંતુ ઈસુ દેવનાં બીજા બાળકો જે આખા જગતમાં વિખરાયેલા છે તેમનાં માટે પણ મૃત્યુ પામશે. તે બધાઓને ભેગા કરવા અને તે લોકોને એક બનાવવા માટે તે મૃત્યુ પામશે.

રોમનોને પત્ર 8:16

આપણા આત્માની સાથે એ જ આત્મા સાક્ષી આપે છે કે આપણે દેવનાં સંતાનો છીએ.

2 કરિંથીઓને 6:18

“હું તમારો પિતા થઈશ, અને તમે મારા દીકરા દીકરીઓ થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે.”2 શમુએલ 7:14, 7:8

ગલાતીઓને પત્ર 3:26

તમે બધા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા છો.

1 યોહાનનો પત્ર 3:1

પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ કયો છે! એ જ બતાવે છે કે તેણે આપણને કેટલો પ્રેમ કયો છે! આપણે દેવનાં છોકરાં કહેવાઈએ છીએ અને ખરેખર આપણે તેનાં છોકરાં છીએ. પરંતુ જગતનાં લોકો સમજતા નથી કે આપણે દેવનાં છોકરાં છીએ, કારણ કે તેઓએ તેને ઓળખ્યો નથી.

Interlinear

Choose Theme