રોમનોને પત્ર 9:12 · ગુજરાતી બાઇબલ
જેથી કરીને દેવની પોતાની યોજના પ્રમાણે દેવની પસંદગી પામેલા છોકરાને એ સ્થાન મળે. એ છોકરાની પસંદગી કરવામાં આવી કેમ કે માત્ર એને જ પસંદ કરવો એવી દેવની ઈચ્છા હતી અને તે એટલા માટે નહિ કે એ છોકરાઓએ તેમના જીવનમાં કઈક સારાં અથવા ખોટાં કામો કર્યા હોય.
Cross references
ઊત્પત્તિ 25:22
જયારે રિબકા ગર્ભવતી હતી ત્યારે તેણીનાં ગર્ભમાં બે બાળકો થવાને કારણે તેણીએ સહન કર્યુ. ગર્ભમાં બાળકો એકબીજા સાથે ધક્કામુક્કી કરતાં, એટલે તેણી બોલી, “માંરી સાથે આવું શું કામ બની રહ્યું છે?” તેણીએ યહોવાને પ્રાર્થના કરી.
2 શમએલ 8:14
અને દાઉદે સમગ્ર અદોમ પ્રદેશમાં સૈનિકોના સમૂહની નિમણૂક કરી. બધા અદોમીઓ દાઉદના ગુલામ થઈ ગયા. યહોવાએ દાઉદને સર્વત્ર વિજય અપાવ્યો.
1 રાજઓ 22:47
તેણે તેના પિતા આસાનાં સમયની દેવદાસીઓ જે હજી સુધી રહેતી હતી તેઓને ભૂમિમાંથી હાંકી કાઢી.