તમે બીજા લોકોને ઉપદેશ આપો છો, તો પછી તમારી જાતને ઉપદેશ કેમ આપતા નથી? તમે લોકોને કહો છો કે ચોરી ન કરવી, પરંતુ તમે પોતે જ ચોરી કરો છો.
Cross references
પણ દુષ્ટ લોકોને દેવ કહે છ કે, “શા માટે તમે મારા વિધિઓ વિષે બોલો છો? શા માટે તમારે મારા કરાર વિષે વાત કરવી જોઇએ?
તે જુએ છે ઘણું પણ, કંઇ યાદ રાખતો નથી; તેના કાન ખુલ્લા છે, પણ તે કંઇ સાંભળતો નથી.”
તેઓ બધા ખાઉધરા કૂતરા છે, જે કદી ધરાતા નથી, તેઓ એવા ઘેટાંપાળકો છે જે કશું સમજતા નથી. તેઓ ફકત પોતાના જ હિતનો વિચાર કરે છે, ને શક્ય હોય તેટલું પોતાના માટે મેળવવાનો પ્રયત્ન કરે છે.
“‘તારે ત્યાં લોકો પૈસા લઇને ખૂન કરે છે, પોતાના ઇસ્રાએલી ભાઇઓને ધીરેલા નાણા ઉપર વ્યાજ લે છે અને નફા માટે તેમની પાસે વધારે ભાવ પડાવે છે, મને તો તું ભૂલી જ ગઇ છે.’ આ યહોવા મારા માલિકના વચન છે.
“નગરીના અમલદારો શિકારની ચીરફાડ કરતાં વરુઓ જેવા છે; તેઓ ખૂનરેજી કરે છે, લોકોને મારી નાખીને તેમની મિલકત લૂંટીને અપ્રામાણિક લાભ મેળવે છે.
વેપારીઓ તમે સાંભળો, “તમે ગરીબોને લૂંટો છો અને લાચારને કચડી રાખો છો.
તેના આગેવાન નેતાઓ લાંચ લઇને ન્યાય કરે છે. ને તેના યાજકો પગાર લઇને બોધ કરે છે અને તેના પ્રબોધકો પૈસા લઇને ભવિષ્ય ભાખે છે. એમ છતાં પણ તેઓ યહોવા પર આધાર રાખે છે, અને કહે છે, “શું યહોવા આપણી પાસે નથી? આપણા પર કોઇ આફત આવશે નહિ.”
તેણે ત્યાં હાજર હતા તે બધાજ લોકોને જણાવ્યું કે, “શાસ્ત્રમાં લખ્યું છે કે ‘મારું ઘર પ્રાર્થનાના ઘર તરીકે ઓળખાશે.’પરંતુ તમે તો તેને ‘લૂટારાની ગુફા’બનાવી દીઘી છે.”
તેથી એ લોકો જે કહે તે પ્રમાણે વર્તજો અને તેમની આજ્ઞાનું પાલન કરજો. પરંતુ તે લોકો જે કરે છે તે પ્રમાણે તમે ન કરતા. હું એટલા માટે કહું છું કે, તેઓ જે ઉપદેશ આપે છે તે પ્રમાણે તેઓ પોતે વર્તતા નથી.
ઈસુએ તેઓને કહ્યું, “હું જાણું છું કે તમે મને આ જુની વાત જરુંરથી કહેશો: ‘વૈદ તું પોતે તારી સારવાર કર.’ તમે કહેશો કે ‘અમે સાંભળ્યું છે કે જે ચમત્કારો કફર-નહૂમમાં કર્યા છે તે તારા પોતાના વતનમાં શા માટે બતાવતો નથી!”‘
ઈસુએ ઉત્તર આપ્યો, “તમને અફસોસ છે! તમે પંડિતો છો! કારણ કે તમે એવા કડક કાયદાઓ બનાવો છો, જેનું પાલન કરવાનું પણ લોકોને માટે ઘણું કઠિન છે. તમે બીજા લોકોને તે કાયદાનું પાલન કરવા દબાણ કરો છો, પણ તમે તમારી જાતે તે કાયદાઓને અનુસરવાનો જરાય પ્રયત્ન કરતા નથી.
“પેલા દાસે જાણ્યું, તેનો ધણી તેની પાસે શું કરાવવા માંગતો હતો પણ તે દાસે તેની જાતને તૈયાર કરી નહિ અથવા તેના ધણીની ઈચ્છા પ્રમાણે જે કરવાનું હતું તે માટે પ્રયત્ન પણ કર્યો નહિ, તેથી તે દાસને ઘણી બધી શિક્ષા થશે!
“પછી રાજાએ તે ચાકરને કહ્યું કે, ‘તું ખરાબ ચાકર છે, હું તારા જ શબ્દો તારા તિરસ્કાર માટે વાપરીશ. તેં કહ્યું, કે, ‘હું એક કડક માણસ છું. તેં કહ્યું કે હું જે કમાયો નથી તે પૈસા પણ લઈ લઉં છું. અને ફસલ જે મેં ઉગાડી નથી તે હું ભેગી કરું છું.
એ મારું પોતાનું શરીર છે જેના પર હું પ્રહાર કરું છું. હું તેને મારું ગુલામ બનાવું છું. હું આમ કરું છું કે જેથી લોકોને ઉપદેશ આપ્યા પછી મારી ઉપેક્ષા ન થાય.
પરંતુ ખરેખર તો જેઓની સુન્નત કરાવે છે તે પોતે જાતે જ નિયમને અનુસરતા નથી. પરંતુ તમે સુન્નત કરાવો તેવો આગ્રહ તેઓ રાખે છે. જેથી પછી તેઓ તમને જે કરવાની ફરજ તેઓ પાડી શક્યા તે વિષે તેઓ બડાઈ મારી શકે.
શુદ્ધ ઉપદેશનું પાલન કરવા લોકોએ શું શું કરવું જોઈએ એ વિષે તારે એમને કહેવું જ જોઈએ.