ત્યાં વડીલો અને ચાર જીવતા પ્રાણીઓ હતા. બધાજ દૂતો તેમની આજુબાજુ અને રાજ્યાસનની આજુબાજુ ઊભા હતા, તે દૂતોએ રાજ્યાસન આગળ દંડવત પ્રણામ કર્યા અને દેવની આરાધના કરી.
Cross references
તારા સૌંદર્યમાં મોહિત થઇને રાજા અતિ આનંદ પામે છે, તે તારા સ્વામી છે, માટે તેની સેવાભકિત કર.
મૂર્તિઓનું પૂજન કરનારા અને તેના વિષે ડંફાસ હાંકનારા સહુ શરમાઓ, તેમના “દેવો” નમશે અને યહોવાની ઉપાસના કરશે.
તેમના હુકમનો અમલ કરનારાં અને તેમની આજ્ઞાઓને સાંભળનારા તેના સમર્થ દૂતો, તમે યહોવાને ધન્યવાદ આપો .
યહોવાની સ્તુતિ કરો! આકાશમાંથી તેમની સ્તુતિ કરો! ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
ઈસુએ શેતાનને કહ્યુ, “શેતાન! ચાલ્યો જા, ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે, ‘પ્રભુનું તારા દેવનું જ ભજન કર. ફક્ત તેની જ સેવા કર!”‘ પુનર્નિયમ 6:13
દેવે આમ કર્યુ છે કારણ કે બધા લોકો જેમ પિતાને માન આપતા તેમ દીકરાને પણ માન આપે. જો કોઈ વ્યક્તિ દીકરાને માન આપતો નથી તો પછી તે વ્યક્તિ પિતાને પણ માન આપતો નથી. જેણે દીકરાને મોકલ્યો છે તે પિતા એક જ છે.
જ્યારે પ્રથમજનિતને જગતમાં દેવ રજૂ કરે છે, તે કહે છે, “દેવના બધાજ દૂતો દેવના પુત્રનું ભજન કરો.”પુનર્નિયમ 32:43
રાજ્યાસનની આસપાસ બીજાં 24 રાજ્યાસનો હતાં. તે 24 રાજ્યાસનો પર 24 વડીલો બેઠાં હતાં. તે વડીલોએ ઊજળાં વસ્ત્રો પહેર્યા હતા. અને તેઓના માથા પર સોનાના મુગટ હતાં.
ત્યાં રાજ્યાસનની આગળ કાચના સમુદ્ર જેવું કાંઈક હતું. તે સ્ફટીકના જેવું સ્વચ્છ હતું. રાજ્યાસનની સામે અને તેની દરેક બાજુએ ત્યાં ચાર જીવતાં પ્રાણીઓ હતાં. આ જીવતાં પ્રાણીઓને તેમની બધી બાજુએ આગળ પાછળ આંખો હતી.
ત્યારે 24 વડીલાજે રાજ્યાસન પર બેસે છે તેને પગે પડશે. જે સદાસર્વકાળ જીવંત છે તેની વડીલો આરાધના કરે છે. તે વડીલો રાજ્યાસન આગળ પોતાના મુગટો મૂકી દઇને કહેશે કે:
પછી મેં જોયું અને મેં ઘણા દૂતોને વાણી સાંભળી. તે દૂતો રાજ્યાસનની, તે જીવતાં ચાર પ્રાણીઓની, અને વડીલોની આજુબાજુ હતા. ત્યાં હજારો દૂતો હતા-અને તે લાખો અને હજારોહજારની સંખ્યામાં હતા.
પછી 24 વડીલોએ દેવની સમક્ષ નીચે નમીને દેવની આરાધના કરી. આ તે વડીલો છે જે દેવ સમક્ષ તેનાં રાજ્યાસન પર બેઠા છે.
હે પ્રભુ બધા લોકો તારાથી બીશે. બધા લોકો તારા નામની સ્તુતિ ગાશે! કારણ કે માત્ર તું એકલો જ પવિત્ર છે. બધા લોકો આવશે અને તારી આગળ આરાધના કરશે, કારણ કે તે સ્પષ્ટ છે કે તું જે કરે છે તે ન્યાયી છે.”
પછી 24 વડીલો અને તે ચાર જીવતા પ્રાણીઓ નીચા નમ્યા. તેઓએ દેવની આરાધના કરી. જે રાજ્યાસન પર બેસે છે. તેઓએ કહ્યું કે:“આમીન, હાલેલુયા!”
પણ તે દૂતે મને કહ્યું કે, ‘મને વંદન કર નહિ, હું તો તારા દેવો છું અને તારો તથા જે પ્રબોધકો તારા ભાઇઓ છે તેઓનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાઓનો સાથી સેવક છું. તું દેવની આરાધના કર!’