હું આલ્ફા અને ઓમેગા છું. પ્રથમ અને છેલ્લો છું. હું આરંભ અને અંત છું.
Cross references
આરંભથી આ બધું કરાવનાર કોણ છે? અનાદિકાળથી માનવજાતના સર્વ વ્યવહારને માર્ગદર્શન આપીને આ સર્વ પરાક્રમી કાર્યો કરનાર કોણ છે? એ હું યહોવા છું, હું પહેલો હતો અને છેલ્લો પણ હું જ છું.
ઇસ્રાએલનો રાજા અને તેના ઉદ્ધારક સૈન્યોના દેવ યહોવા આ પ્રમાણે કહે છે: “હું જ આદિ છું અને હું જ અંત છું; મારા સિવાય કોઇ બીજો દેવ નથી.
યહોવા કહે છે, “હે યાકૂબના વંશજો, મારા પસંદ કરેલા ઇસ્રાએલીઓ, મને સાંભળો! હું જ દેવ છું. હું જ આદી છું અને હું જ અંત છું.
જો દેવ તેના મારફત મહિમા પ્રાપ્ત કરે છે પછી દેવ પોતાના મારફત માણસના દીકરાને મહિમા આપશે.
પ્રભુ દેવ કહે છે કે, “હું આલ્ફા તથા ઓમેગાછું, હું તે એક છું જે છે, જે હંમેશા હતો અને જે આવનાર છે, હું સવૅશક્તિમાન છું,”
તે વાણીએ કહ્યુ કે; “તેં જે બધું જોયુ છે તે પુસ્તકમાં લખ. અને તેને એફેસસમાં, સ્મુર્નામા, પર્ગામનમાં, થુવાતિરામાં, સાદિર્સમાં, ફિલાદેલ્ફિયામાં તથા લાવદિકિયામાં જે સાત મંડળીઓ છે તેઓને મોકલ.”
જ્યારે મેં તેને જોયો, હું તેનાં ચરણોમાં મૃતપ્રાય માણસની જેમ પડી ગયો. તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે; “ગભરાઈશ નહી! હું પ્રથમ અને છેલ્લો છું.
રાજ્યાસન પરનાં તે એકે મને કહ્યું, “તે પૂરું થયું છે! હું આલ્ફા તથા ઓમેગા, આરંભ અને અંત છું. હું, જે વ્યક્તિ તરસી છે તેને જીવનના પાણીના ઝરણાંમાંથી મફત પાણી આપીશ.