નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો ગાન પોકારો; યહોવાની સમક્ષ અકત્ર હર્ષનાદ કરો.
Cross references
પછી યહોયાદા રાજકુંવર યોઆશને સંતાડયો હતો ત્યાંથી બહાર લઈ આવ્યા. અને તેના માથા પર રાજમુગટ મૂકયો. તેને કરારની નકલ આપી અને રાજા તરીકે તેનો અભિષેક કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા ઘણું જીવો.”
આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો, આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.
વેરાન ખેતરો ઘાસથી ભરાઇ ગયા છે અને ઘાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઇ ગઇ છે.
વળી ઘાસનાં બીડો ઘેટાઓના ટોળાથી ઢંકાઇ જાય છે, અને ખીણો ભરપૂર અનાજના પાકથી ઢંકાયેલી છે; આખી પૃથ્વી હર્ષનાદનાં પોકાર કરે છે. અને હા, તેઓ ગીતો ગાય છે.
ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયા છે; તાબોર ને હેમોર્ન તમારા નામે હર્ષનાદ કરે છે .
તમારો હાથ બળવાન છે, તમારા ભુજમાં પરાક્રમ છે, તમારો જમણો હાથ ઊંચો છે, મહિમાવંત સાર્મથ્યમાં.
હે યહોવા, નદીઓએ ગર્જનાકરી છે. વહેતી નદીઓએ તેમનો અવાજ વધાર્યો છે અને પોતાના મોજાં ઊંચા ઉછાળ્યાં છે.
“તમે બાબિલમાંથી આનંદપૂર્વક નીકળી પડશો અને સુરક્ષિત રીતે તમને દોરી લઇ જવામાં આવશે. તમારી આગળ પર્વતો અને ડુંગરો આનંદના પોકારો કરીને અને જંગલના વૃક્ષો તાળીઓ પાડીને તમને આવકારશે.