Home Bibles ગીતશાસ્ત્ર 9:2 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 9:2 · ગુજરાતી બાઇબલ

હે દેવ, હું તમારામાં આનંદ પામીશ અને ખુશ થઇશ. સૌથી ઉંચા દેવ હું તમારી પ્રશંશા કરતાં સ્તોત્રો ગાઇશ.

Cross references

ગીતશાસ્ત્ર 5:11

પરંતુ જેમને તમારામાં વિશ્વાસ છે તેને ખૂબ સુખી કરો- તેમને હંમેશ માટે આનંદિત કરો, તેઓનું રક્ષણ કરો, જેઓ તમારા નામને ચાહે છે તેઓ આનંદિત થશે.

ગીતશાસ્ત્ર 7:17

હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ. કારણ, તે ન્યાયી છે. હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ.

ગીતશાસ્ત્ર 26:7

હું આભારસ્તુતિનાં ગીત ત્યાં ગાઉં છું અને તમારા સર્વ ચમત્કારી કર્મ પ્રગટ કરું છું.

ગીતશાસ્ત્ર 27:6

મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે. હું તેના મંડપમાં હર્ષનાદ સાથે અર્પણો ચઢાવીશ. હું સ્તુતિગીતો ગાઇશ, અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યકત કરે.

ગીતશાસ્ત્ર 28:7

યહોવા મારું સાર્મથ્ય અને ભયસ્થાનોમો મારી ઢાલ છે. મારા હૃદયે તેમનો ભરોસો રાખ્યો છે, અને મને તેમની સહાય મળી છે. મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે, તેમની સ્તુતિ ગાઇને હું તેમનો આભાર માનું છુ.

ગીતશાસ્ત્ર 43:4

તમે મારા અતિઆનંદ છો, તમારી વેદી પાસે હું જઇશ, અને હે દેવ, મારી વીણા સાથે હું તમારી આભારસ્તુતિ ગાઇશ.

ગીતશાસ્ત્ર 56:2

મારા શત્રુઓ સતત મારા પર હુમલો કરી રહ્યાં છે. ઘણા લડવૈયાઓ મારી સામે ઊભા થયા છે.

ગીતશાસ્ત્ર 83:18

જેથી તેઓ જાણે કે તમારું નામ છે, ‘યહોવા’ છે અને તમે એકલાં જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર દેવ છો.

ગીતશાસ્ત્ર 86:12

હે પ્રભુ, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ; અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.

ગીતશાસ્ત્ર 92:1

યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના, પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.

ગીતશાસ્ત્ર 92:4

હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે; હું તમારા હાથે થયેલાં કામને લીધે હર્ષનાદ કરીશ.

ગીતશાસ્ત્ર 96:3

પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.

ગીતશાસ્ત્ર 97:9

હે યહોવા, સમગ્ર પૃથ્વીના પરાત્પર દેવ છો; અને તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.

ગીતશાસ્ત્ર 97:12

હે ન્યાયી લોકો, તમે યહોવામાં આનંદ કરો; અને તેનાં પવિત્ર નામને માન આપો!

ગીતશાસ્ત્ર 138:1

હે યહોવા, હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ ગાઇશ; હું તમારા સ્તુતિગાન દેવોની સમક્ષ ગાઇશ.

દારિયેલ 5:18

“હે રાજા, પરાત્પર દેવે તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાને રાજ્યો, સત્તા, મહિમા, માન અને ગૌરવ આપ્યા હતાં.

હબાક્કુક 3:17

ભલેને અંજીરીને ફૂલના બેસે, ને દ્રાક્ષની લતાઓને દ્રાક્ષા ન આવે; જૈતૂનનો પાક નિષ્ફળ જાય, ને ખેતરોમાં ધાન ન પાકે, કોડમા ઢોરઢાંખર ના રહે, ને નાશ પામે વાડામાં ને તબેલામા ,ઘેટાંબકરાં,

ફિલિપ્પીઓને પત્ર 4:4

પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું કે આનંદ કરો.

Interlinear

Choose Theme