Home Bibles ગીતશાસ્ત્ર 89:14 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 89:14 · ગુજરાતી બાઇબલ

ન્યાયીપણું તથા ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે; તમારું વિશ્વાસપણું અને પ્રેમ સર્વ કૃત્યોમાં પ્રગટ થાય છે.

Cross references

નિર્ગમન 13:3

મૂસાએ લોકોને કહ્યું, “તમે આ દિવસને યાદ રાખજો, જે દિવસે તમે મિસરમાંથી ગુલામીના દેશમાંથી બહાર નીકળ્યા છો, યહોવાએ પોતાના બાહુબળથી બહાર લાવ્યા છે, તેથી કોઈ પણ ખમીરવાળી વસ્તુ ખાશો નહિ.

નિર્ગમન 15:6

યહોવા! તમાંરો જમણો હાથ, પરાક્રમે મહિમાંવાન છે. હે યહોવા! તમાંરા જમણા હાથે શત્રુઓને છિન્ન ભિન્ન કર્યા.

નિર્ગમન 15:16

તેઓ ઉપર ભય અને ત્રાસ આવી પડયા, તમાંરા બાહુબળે સ્તબ્ધ બની પથ્થર જેવા થયા, અને તું જ છોડાવી લાવ્યો, ઊભા એટલામાં; એ ‘યહોવા’ સમૂહમાં તારી પ્રજા ચાલી જાય.

પુનર્નિયમ 32:4

યહોવા અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે; કારણ તેઓ હંમેશા ન્યાયની સાથે છે, તે જે કઇ કરે તે ન્યાયી અને ઉત્તમ છે. તે સર્વદા વિશ્વાસપાત્ર છે! તેનામાં કંઇ પણ દુષ્ટતા નથી.

નહેમ્યા 1:10

“તેઓ તમારા સેવકો અને પ્રજા છે, જેઓને તમે તમારા મહાન સાર્મથ્ય વડે અને તમારાં બાહુબળથી બચાવ્યાં છે.

ગીતશાસ્ત્ર 45:6

હે દેવ, તમારૂં રાજ્યાસન સનાતન છે; અને તમારો રાજદંડ એ તમારૂં ન્યાયી શાસન છે.

ગીતશાસ્ત્ર 85:13

તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલા માટે માર્ગ તૈયાર કરે છે.

ગીતશાસ્ત્ર 89:2

મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે, અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”

ગીતશાસ્ત્ર 97:2

તેની આસપાસ મેઘ ને અંધકાર છે; ન્યાયીપણું તથા ન્યાય તેના રાજ્યાસનનો પાયો છે.

ગીતશાસ્ત્ર 98:1

યહોવા સમક્ષ, કોઇ એક નવું ગીત ગાઓ; કેમ કે તેણે અદભૂત કૃત્યો કર્યાં છે. એણે પવિત્ર બાહુબળનાં પુણ્ય પ્રતાપે જીત પ્રાપ્ત કરી છે.

ગીતશાસ્ત્ર 99:4

સાર્મથ્યવાન રાજા ન્યાયને ચાહે છે, હે દેવ, તમે ભલાઇનું સર્જન કર્યુ છે અને તમે ભલમનસાઇ અને ન્યાય ઇસ્રાએલમાં સ્થાપિત કર્યો છે.

ગીતશાસ્ત્ર 145:17

યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક અને દયાથી ભરપૂર છે.

નીતિવચનો 16:12

અનિષ્ટ વસ્તુઓ કરવી એ રાજા માટે અક્ષમ્ય છે, સારા કામોથી રાજગાદી સ્થાપિત થાય છે.

યોહાન 1:17

મૂસા મારફતે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું. પરંતુ કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્ત મારફતે આવ્યાં.

પ્રકટીકરણ 15:3

તેઓએ દેવના સેવક મૂસાનું અને હલવાનનું ગીત ગાયું:“હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, તારાં કાર્યો મહાન તથા અદભૂત છે. હે યુગોના રાજા તારા માર્ગો ન્યાયી અને સત્ય છે.

Interlinear

Choose Theme