Home Bibles ગીતશાસ્ત્ર 79:7 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 79:7 · ગુજરાતી બાઇબલ

કારણ તેઓએ યાકૂબનો વિનાશ કર્યો છે અને તેના વતનને ઉજ્જડ કર્યુ છે.

Cross references

2 કાળવ્રત્તાંત 36:21

આ રીતે યમિર્યા મારફતે ઉચ્ચારાયેલું યહોવાનું વચન સાચું પડ્યું ભૂમિ 70 વષોર્ સુધી વેરાન થઇ જશે. લોકો દ્વારા વિશ્રામવર્ષની વિશ્રાંતિન પાળવા માટેની આ ભરપાઈ હશે.”

ગીતશાસ્ત્ર 80:13

જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે, અને રાની પશુઓ તેને ખાઇ જાય છે.

યશાયા 9:12

પૂર્વમાંથી અરામીઓ અને પશ્રિમમાંથી પલિસ્તીઓ ઇસ્રાએલને એક જ કોળિયામાં મુખ પહોળું કરીને ગળી જશે. આ બધું થવા છતાં યહોવાનો રોષ ઊતર્યો નથી. અને તેમનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે.

યશાયા 24:1

જુઓ! યહોવા પૃથ્વીનો નાશ કરી નાખશે; તે તેનો વિનાશ કરીને તેને રસકસ વગરની બનાવશે. તે પૃથ્વીના પડને ઉપરતળે કરી નાખે છે અને તેના પર વસતા સર્વજનને વેરવિખેર કરી નાખે છે.

યશાયા 64:9

હે યહોવા, વધારે કોપ કરશો નહિ, અમારાં પાપ સદા સંભારશો નહિ! જરા અમારા સામું જુઓ! અમે બધા તમારી પ્રજા છીએ.

યશાયા 64:10

તમારાં પવિત્ર નગરો અત્યારે નિર્જન પ્રદેશ જેવા થઇ ગયા છે, સિયોન વેરાન થઇ ગયું છે. યરૂશાલેમ ઉજ્જડ અરણ્ય થઇ ગયું છે.

ચર્મિયા 50:7

જે કોઇએ તેમને જોયા, તેઓને મળ્યા તે સર્વ તેઓને ખાઇ ગયા, અને કહ્યું, તેઓ પર આક્રમણ કરવા અમે મુકત છીએ, કારણ કે તેમણે યહોવા તેમના ખરેખરા પોષક (ચરાણ) વિરુદ્ધ જેમનો તેમના પૂર્વજોએ વિશ્વાસ કર્યો હતો પાપ આચર્યુ છે.

ચર્મિયા 51:34

યરૂશાલેમ કહે છે, “બાબિલનો રાજા નબૂખાદરેસ્સાર મને ખાઇ ગયો છે, મને ચૂસી લીધો છે, તેણે મને ખાલી પ્યાલાની જેમ એક બાજુએ ફગાવી દીધું છે. તે મને એક અજગરની જેમ આખે આખું ગળી ગયો છે, અમારી સંપત્તિથી તેણે પોતાનું પેટ ભર્યું છે અને અમારા પોતાના શહેરમાંથી અમને હાંકી કાઢયા છે.”

ઝખાર્યા 1:15

જે બીજી પ્રજાઓ સુરક્ષિત પડેલી છે તેઓના પર હું ખૂબ રોષે ભરાયો છું, મેં મારા લોકો પર થોડો ક્રોધ કર્યો અને એનો લાભ ઉઠાવી તે પ્રજાઓએ ખૂબજ અત્યાચારો કર્યા.”

Interlinear

Choose Theme