ગીતશાસ્ત્ર 78:48 · ગુજરાતી બાઇબલ
તેઓના ઢોરઢાંખર પર આકાશમાંથી મોટાં કરાનો માર પડ્યો, અને ઘેટાનાં ટોળાઁ પર વીજળીઓ પડી.
Cross references
નિર્ગમન 9:19
એટલે અત્યારે જ માંણસ મોકલીને તારા ઢોરોને તથા ખેતરમાં જે કાંઈ હોય તે બધાંને સુરક્ષિત જગ્યાએ મંગાવી લેજે. કારણ જે કોઈ માંણસ કે ઢોર ખેતરમાં હશે, એને ઘરમાં રાખવામાં નહિ આવ્યું હોય તો તેના પર કરા વરસશે અને તેઓ મરણ પામશે.”‘
નિર્ગમન 9:25
તોફાનને કારણે મિસરના ખેતરોમાં જે કાંઈ હતું તે બધાનો નાશ થઈ ગયો. કરાના કારણે આખા મિસર દેશમાં માંણસો, પશુઓ, તથા જે કાંઈ ખેતરમાં હતુ તે બધુ કરાના માંરથી નાશ પામ્યું. કરાએ ખેતરમાંના એકેએક છોડને તેમ જ એકેએક ઝાડને ભોંયભેગાં કરી દીઘાં.
નિર્ગમન 9:28
તમે યહોવાને અરજ કરો, કારણ કે આ કરા અને કટકાથી અમે ઘરાઈ ગયા છીએ. હું તમને જવા દઈશ, હવે તમાંરે અહીં રોકાવું નહિ પડે.”