Home Bibles ગીતશાસ્ત્ર 78:39 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 78:39 · ગુજરાતી બાઇબલ

યહોવાએ સંભાર્યુ કે તેઓ કેવળ ક્ષુદ્ર છે; અને એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.

Cross references

ઊત્પત્તિ 6:3

તેઓ દેવના પુત્રો અને માંનવોની પુત્રીઓના જાતિય સંબંધથી જન્મ્યા હતા. તેઓ પ્રાચીનકાળના વિખ્યાત પુરુષો હતા.

અયૂબ 7:7

દેવ યાદ રાખજો, મારું જીવન માત્ર એક શ્વાસ છે. હું ફરી કંઇ સારું જોઇશ નહિ.

અયૂબ 7:16

હવે હું ત્રાસી ગયો છું. મારે કાયમ માટે જીવવું નથી. મને એકલો રહેવા દો. મારા જીવનનો કોઇ અર્થ નથી!

અયૂબ 10:9

યાદ રાખો કે હું માટીમાંથી બનેલો છું. શું હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો?

ગીતશાસ્ત્ર 103:14

કારણકે તે જાણે છે બંધારણ આપણું; માત્ર ધૂળ છીએ આપણે એવું તે સંભારે છે.

યોહાન 3:6

વ્યક્તિનો દેહ તેના માતાપિતાના દેહમાંથી જન્મે છે પરંતુ વ્યક્તિનું આત્મિક જીવન આત્મામાંથી જન્મે છે.

યાકૂબનો 4:14

કાલે શું થવાનું છે તેની તમને ખબર નથી! તમારું જીવન શાના જેવું છે? તે તો ફક્ત એક ધૂમર જેવું છે. અલ્પ સમય માટે જુઓ છો, અને પછી તે અદ્રશ્ય થઈ જાય છે.

Interlinear

Choose Theme