Home Bibles ગીતશાસ્ત્ર 78:19 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 78:19 · ગુજરાતી બાઇબલ

તેઓ દેવની વિરુદ્ધ બોલ્યા અને કહ્યું, “શું રણમાં તે ભોજન મોકલી શકે?

Cross references

નિર્ગમન 16:3

તે લોકોએ મૂસા અને હારુનને કહ્યું, “કઈ નહિ તો આપણે માંસથી ભરેલા વાસણ પાસે પેટ ભરાય ત્યાં સુધી ખાતા બેઠા હતાં. જો યહોવાએ અમને મિસરમાં માંરી નાખ્યા હોત તો સારું થાત. તમે તો સમગ્ર સમાંજને ભૂખે માંરી નાખવા આ રણમાં લાવ્યા છો.”

નિર્ગમન 16:8

પછી મૂસાએ તેમને કહ્યું, “યહોવા, સાંજે તમને માંસ ખાવા માંટે આપશે, વળી સવારે ઘરાઈને ખાવા માંટે રોટલી આપશે, કારણ કે તમે તેમની વિરુદ્ધ જે ફરિયાદો કરો છો તે તેમણે સાંભળી છે. પણ હવે કદાચ અમને થોડો આરામ મળે. યાદ રાખજો કે તમાંરી ફરિયાદ અમાંરી વિરુદ્ધ નથી, પણ યહોવાની વિરુદ્ધ છે.”

ગણના 11:4

ઇસ્રાએલીઓ સાથેના કેટલાક લોકો સારું સારું ખાવાના લાલચુ હતા; તેઓને મિસરનો ખોરાક યાદ આવ્યો. ઇસ્રાએલીઓમાં પણ અસંતોષ વધતાં તેઓએ રોદણાં રડવા લાગ્યા. “અરે! અમને ખાવા માંટે માંસ કોણ આપશે?

ગણના 11:13

આ બધા લોકોને માંટે મને માંસ કયાંથી મળી શકે? તેઓ રૂદન કરીને મને કહે છે, “અમને માંસ આપો.’ પણ માંરે આ લોકો માંટે માંસ લાવવું કયાંથી?

ગણના 20:3

એ લોકો મૂસા સાથે ઝઘડવા લાગ્યા, “યહોવાની સામે જ અમાંરા ભાઈઓ મૃત્યુ પામ્યા ત્યારે જ અમે પણ મરી ગયા હોત તો સારૂ થાત.

ગણના 21:5

તેઓ દેવની અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, “તમે શા માંટે અમને મિસરમાંથી લઈ આવ્યા. અહી મરવા માંટે? અહીં ખાવા અનાજ નથી, પીવાને પાણી નથી. આ સ્વાદરહિત માંન્નાથી તો અમે કંટાળી ગયા છીએ.”

2 રાજઓ 7:2

ત્યારે રાજાના અંગત મદદનીશે દેવના માણસ એલિશાને જવાબ આપ્યો, “જો યહોવા આકાશમાં બારીઓ કરે તો પણ એ વાત બની શકે શું?”અને તેણે કહ્યું કે, “જો તું તે નજરે જોશે, પણ તેમાંથી ખાવા પામશે નહિ.”

2 કાળવ્રત્તાંત 32:19

યરૂશાલેમના દેવ પણ જગતના બીજા લોકોના દેવો જેવા માણસે ઘડેલા દેવ હોય એમ તેઓ તેને વિષે બોલતા હતા.

અયૂબ 34:37

અયૂબ તેના બીજા પાપોમાં બળવાખોરીનો ઉમેરો કરે છે. અયૂબ ત્યાં અમારું અપમાન કરી અમારી પહેલા બેસે છે. અને તે દેવની વિરુદ્ધ લાંબી લાંબી વાતો કરે છે.”

ગીતશાસ્ત્ર 23:5

તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો. અને મારા માથા પર તેલ રેડો છો. મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.

રોમનોને પત્ર 9:20

દેવને પ્રશ્ન કરશો નહિ. તમે માત્ર માનવ છો; અને માનવોને એવો કોઈ હક્ક નથી કે તેઓ દેવને (આવા) પ્રશ્નો પૂછી શકે. માટીની બરણી તેના બનાવનારને પ્રશ્નો પૂછતી નથી. “તમે મને આવી જુદી જુદી વસ્તુઓ રૂપે કેમ બનાવી?”

પ્રકટીકરણ 13:6

તે પ્રાણીએ દેવની નિંદા કરવા માટે તેનું મોં ઉઘાડ્યું. તે પ્રાણીએ દેવના નામની, દેવ જ્યાં રહે છે તે જગ્યાની અને આકાશમાં જે બધા લોકો રહે છે તેઓની નિંદા કરી.

Interlinear

Choose Theme