Home Bibles ગીતશાસ્ત્ર 78:17 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 78:17 · ગુજરાતી બાઇબલ

તેમ છતાં તેઓએ દેવ વિરુદ્ધ પાપ કરવાનું ચાલું જ રાખ્યું, અને અરણ્યમાં પરાત્પર દેવ વિરુદ્ધ બંડ કરતાં રહ્યા.

Cross references

પુનર્નિયમ 9:8

હોરેબ પર્વત આગળ તમે યહોવાનો કોપ વહોરી લીધો હતો અને તે એટલા બધા કોપાયમાંન થયા હતા કે તમાંરો વિનાશ કરવા તૈયાર થયા હતા.

પુનર્નિયમ 9:12

અને યહોવાએ મને કહ્યું, ‘ઝડપથી પર્વત ઉતરી જા, કારણ તારા લોકો જેને તું મિસરમાંથી બહાર લાવ્યો હતો, માંરી આજ્ઞાઓથી બહુ ઝડપથી ફરી ગયા છે અને ઢાળેલી મૂર્તિઓ બનાવી ભ્રષ્ટતાથી ર્વત્યા છે.’

પુનર્નિયમ 31:27

મૂસાએ તેઓને કહ્યું, તમે કેવા બળવાખોર અને હઠીલા છો તે હું જાણું છું. હું હજી તમાંરી વચ્ચે જીવતો છું છતાં આજે તમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો, તો માંરા મૃત્યુ પછી તો તમે શું નહિ કરો!

ગીતશાસ્ત્ર 78:32

આમ છતાં લોકો પાપ કરતાં રહ્યાં, અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.

ગીતશાસ્ત્ર 95:8

દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં, પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.

ગીતશાસ્ત્ર 106:13

તેઓ તેમનાં કૃત્યો જલદી ભૂલી ગયા; તેમની સલાહ સાંભળવા, ધીરજ રાખી નહિ.

યશાયા 63:10

આમ છતાં તેઓએ દગો કરીને તેમની વિરુદ્ધ બળવો કરી તેમના પવિત્ર આત્માને દુભાવ્યો. એ પછી તે તેમના દુશ્મન બન્યા અને જાતે તેમની સામે યુદ્ધે ચડ્યા.

યર્મિયાનો વિલાપ 20:8

પરંતુ તેઓ મારી સામે થયા, મારું કહ્યું સાંભળવાની તેમણે ના પાડી અને તેમનામાંના એકે જણે ન તો ધૃણાજનક મૂર્તિઓ ફેંકી દીધી કે ન તો મિસરની મૂર્તિઓનો ત્યાગ કર્યો. એટલે મિસરમાં જ તેમના પર મારો પૂરો રોષ ઉતારવાનો મેં વિચાર કર્યો હતો.

હિબ્રૂઓને પત્ર 3:16

દેવની વાણી સાંભળ્યા છતાં જેમણે તેની વિરૂદ્ધ બંડ પોકાર્યું. એ કયા લોકો હતા? મૂસાની આગેવાની હેઠળ ઇજીપ્તમાંથી નીકળી આવનાર તે લોકો હતા.

Interlinear

Choose Theme