Home Bibles ગીતશાસ્ત્ર 76:9 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 76:9 · ગુજરાતી બાઇબલ

હે દેવ, તમે ન્યાય કરવા માટે તથા દેશના નમ્ર લોકોને બચાવવા માટે ઊભા થયા છો.

Cross references

ગણના 12:4

યહોવાએ તાત્કાલિક મૂસા, હારુન અને મરિયમને મુલાકાત મંડપમાં હાજર થવા આજ્ઞા કરી; “તમે ત્રણે જણ અહીં આવો.”તેથી તેઓ યહોવા સમક્ષ ઊભા રહ્યા.

ગીતશાસ્ત્ર 9:7

પરંતુ યહોવા સદાકાળ રાજા તરીકે બિરાજે છે; અને તેમની રાજગાદી સદા ન્યાય કરવાં સ્થાયી છે.

ગીતશાસ્ત્ર 25:9

તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે અને તેઓ તેમને તેમના માગેર્ જીવવાનું શીખવે છે.

ગીતશાસ્ત્ર 72:4

તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે; અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.

ગીતશાસ્ત્ર 82:2

દેવ કહે છે, “તમે ક્યાં સુધી ખોટો ન્યાય કરવાનું ચાલુ રાખશો? ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો?”

ગીતશાસ્ત્ર 149:4

કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે; અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે.

યશાયા 11:4

પણ તે ગરીબોનો પ્રામાણિકપણે ન્યાય કરશે અને દેશના દુ:ખીજનોનો સચ્ચાઇથી ન્યાય કરશે. અન્યાયીઓને તેનો નિર્ણય દંડની જેમ પ્રહાર કરશે. તેનો ચુકાદો દુષ્ટોનો સંહાર કરશે.

ચર્મિયા 5:28

તેઓ હૃષ્ટપુષ્ટ અને તેજસ્વી થયા છે. તેઓનાં દુષ્ટ કાર્યોની કોઇ સીમા નથી. તેઓ અનાથોની બાબતે ન્યાય કરતા નથી, તેમને સમૃદ્ધ થવાની કોઇ તક આપતા નથી, અને તેઓ નિર્ધનોના હકોનું રક્ષણ કરતાં નથી.

હબાક્કુક 2:20

પરંતુ યહોવા તેમના પવિત્ર મંદિરમાં છે; સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ મૌન થઇ જાઓ.

સફન્યા 2:3

દેશના સર્વ નમ્ર લોકો યહોવાને શોધવાનો પ્રયત્ન કરે છે, તમારામાંથી જેઓ તેની આજ્ઞા પ્રમાણે કરે છે, જે સાચું હોય તે કરો, નમ્રતા પ્રાપ્ત કરવા મથો: તો કદાચ યહોવાના રોષને દિવસે તમને આશ્રય મળશે.

માથ્થી 5:5

જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે. કેમ કે તેઓ પૃથ્વીનું વતનપામશે.

1 પિતરનો પત્ર 3:4

ના! તમારી સુંદરતા તો એવી હોવી જોઈએ જે તમારા અંત:કરણમાંથી આવતી હોય. નમ્ર અને શાંત આત્માની આ સુંદરતા કદી અદશ્ય નહિ થાય. તે દેવ માટે ઘણીજ મૂલ્યવાન છે.

Interlinear

Choose Theme