Home Bibles ગીતશાસ્ત્ર 75:2 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 75:2 · ગુજરાતી બાઇબલ

યહોવાએ પ્રત્યુતર આપ્યો, “હા, હું ચોક્કસપણે ચુકાદા માટે સમય પસંદ કરીશ અને નિષ્પક્ષતાથી ન્યાય કરીશ.

Cross references

2 શમએલ 2:4

ત્યારબાદ યહૂદાના લોકોએ ત્યાં આવીને દાઉદનો યહૂદાના રાજા તરીકે અભિષેક કર્યો. જયારે દાઉદને સમાંચાર મળ્યા કે, “યાબેશમાં ગિલયાદના લોકોએ શાઉલને દફનાવ્યો હતો.”

2 શમએલ 5:3

તેથી ઇસ્રાએલના આગેવાનોએ દાઉદ સાથે હેબ્રોનમાં યહોવાની સમક્ષ કરાર કર્યો, અને દાઉદ ઇસ્રાએલીઓના રાજા તરીકે અભિષિકત થયો.

2 શમએલ 8:15

દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર રાજય સ્થાપ્યું અને પોતાની બધી પ્રજા ઉપર ધર્મ અને ન્યાયપૂર્વક શાસન કર્યું.

2 શમએલ 23:3

ઇસ્રાએલના દેવ માંરી સાથે બોલે છે. ઇસ્રાએલના ખડકે મને કહ્યું કે, “જે ન્યાયપૂર્વક લોકો પર શાસન કરે છે. જે રાજા દેવનો આદર કરીને રાજ કરે છે”.

ગીતશાસ્ત્ર 78:70

તેમણે ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને પોતાના સેવક તરીકે પસંદ કર્યોે.

ગીતશાસ્ત્ર 101:2

હે યહોવા, હું મારા ઘરમાં શુદ્ધ હૃદય સાથે સંભાળપૂર્વક શુદ્ધ જીવન જીવીશ. તમે મારી પાસે ક્યારે આવશો?

ગીતશાસ્ત્ર 102:13

મને ખબર છે; તમે ચોક્કસ આવશો અને તમે સિયોન પર તમારી કૃપા વરસાવશો. તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.

સભાશિક્ષક 3:17

મેં મારી જાતને કહ્યું કે, “યહોવા ન્યાયીનો અને દુષ્ટનો ન્યાય કરશે, કારણ કે પ્રત્યેક પ્રવૃતિ માટે અને પ્રત્યેક કાર્ય માટે યોગ્ય સમય હોય છે.”

યશાયા 25:1

હે યહોવા, તમે મારા દેવ છો, હું તમારા ગુણગાન ગાઇશ અને તમારા નામની સ્તુતિ કરીશ, તમે અદભૂત કાર્યો કર્યા છે; તમે લાંબા સમય પહેલાં ઘડેલી યોજનાઓ પૂરેપૂરી પાર ઊતારી છે.

યોહાન 7:6

6ઈસુએ તેના ભાઈઓને કહ્યું, “મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી. પરંતુ તમારા જવા માટે કોઈ પણ સમય યોગ્ય છે.

પ્રેરિતોનાં ક્રત્યો 1:7

ઈસુએ તેઓને કહ્યું, ‘ફક્ત એક માત્ર બાપ જ સમયો અને તારીખો નક્કી કરવા માટે અધિકૃત છે. આ વસ્તુઓ તમે જાણી શકો નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 17:31

દેવે એક દિવસ નક્કી કર્યો છે જ્યારે તે દુનિયાના બધા જ લોકોનો ન્યાય કરશે. તે ઉદાર થશે. તે એક માણસનો આ કામ માટે ઉપયોગ કરશે. લાંબા સમય પહેલા દેવે આ માણસને પસંદ કર્યા છે. અને દેવે દરેક વ્યક્તિને આ બાબતની સાબિતી આપી છે. દેવે તે માણસને મૃત્યુમાંથી ઉઠાડી તે સાબિત કર્યુ છે!ІІ

Interlinear

Choose Theme