હે યહોવા, તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓનાં હાથમાં જવા દેશો નહિ; તમારા લોકોને ભૂલશો નહિ અને હિંસક પ્રાણીઓથી બચાવો.
Cross references
ભિખારીઓ કદીય ભૂલાઇ જશે નહિ. ગરીબોની આશા હંમેશ માટે નિરાશામાં નહિ ફેરવાય.
હે યહોવા, ઊઠો! હે દેવ, તમારો હાથ ઉંચો કરીને દુષ્ટ લોકોને શિક્ષા કરો અને ગરીબને ભૂલશો નહિ.
ત્યાં તમારી પ્રજાએ કાયમી વસવાટ કર્યો, હે દેવ, તમે તમારી સમૃદ્ધિથી દરિદ્રીઓની ભૂખ ભાંગી.
જેઓ ધેર રહ્યાં છે તેમને રૂપાથી મઢેલી અને સુવર્ણથી ચળકતી કબૂતરની પાંખો મળશે.”
તેઓ તમારા લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે. તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.
તું ભેખડ ઉપર નાની ગુફામાં છુપાયેલી ‘કબૂતરી’ જેવી છે. મને તારું સુંદર વદન બતાવ અને તારો મધુર અવાજ સાંભળવા દે. કેમ કે તારું વદન ખૂબસૂરત છે.
તું કેવી સુંદર અને મનોહર છે; મારી પ્રિયતમા! તારા બુરખા પાછળ તારી કબૂતર જેવી આંખો છે; તારા ચહેરા પર લટકતી કેશની લટો જાણે ગિલયાદ પર્વતના ઢાળ પરથી નીચે આવતાં બકરાંના ટોળા જેવા લાગે છે!
પણ મારી વ્હાલી, મારી પ્રીતમા તો એકજ છે; પોતાની માતાની એકની એક, અને પિતાની વહાલી. યરૂશાલેમની દીકરીઓ તારી સામે જુએ છે અને તને ધન્યવાદ આપે છે; રાણીઓ અને ઉપપત્નીઓ તારી પ્રશંસા કરે છે.
વાદળની જેમ અને પોતાના માળા તરફ જતાં કબૂતરોની જેમ ઊડતાં આ શું જાય છે?
પરંતુ હું તમારામાં એવા જ લોકોને રહેવા દઇશ જે નમ્ર અને દીન હોય; અને તેઓ મારા નામ પર વિશ્વાસ રાખશે.
“સાંભળો! હું તમને એવી જગ્યાએ મોકલી રહ્યો છું કે જ્યાં વરુંઓની વચ્ચે તમે ઘેટાં જેવા લાગશો. આથી તમે સાપ જેવા ચપળ અને કબૂતર જેવા સાલસ બનો અને ખોટું કરશો નહિ.
મારા વહાલા ભાઈઓ અને બહેનો! ધ્યાનથી સાંભળો, આ દુનિયાના ગરીબ લોકો વિશ્વાસમાં ધનવાન બને અને દેવે પોતાના પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરે માટે દેવે તેઓને પસંદ કર્યા છે.