પરંતુ તેઓ જે દેવથી દૂર છે તેમનો વિનાશ થશે. અને જેઓ તમને વફાદાર રહેતા નથી, તેમનો સંપૂર્ણ નાશ તમારા દ્વારા થશે.
Cross references
“એ દેશના વતનીઓ સાથે કોઈ કરાર કરવો નહિ, નહિ તો તેઓ જયારે પોતાના દેવોને યજ્ઞ ચઢાવે, ત્યારે કદાચ તમને બોલાવે અને તમે એ યજ્ઞ ખાઓ.
તમને એ ફૂમતું જોઈને માંરી બધી આજ્ઞાઓનું સ્મરણ થશે, તમે એનું પાલન કરશો તથા આ રીતે માંરી સેવામાં સમર્પિત રહેશો.
શાઉલને મરવું પડ્યું કારણ, તે યહોવાને બેવફા નીવડ્યો હતો, તેણે યહોવાની આજ્ઞા માની નહોતી અને યહોવાને પ્રશ્ર્ન કરવાને બદલે મેલીવિદ્યા જાણનારની સલાહ લીધી.
તેથી મોર્દખાયે અહાશ્વેરોશના રાજ્યમાં એકસો સત્તાવીસ પ્રાંતોમાંના સર્વ યહૂદીઓને સાચી શાંતિ પાઠવતા પત્રો મોકલ્યા
તો પણ દુષ્ટ લોકો દેવને કહે છે, ‘અમને એકલા મૂકી દો’ તમે અમારી પાસે શું કરાવવા માગો છો તેની અમને ચિંતા નથી.
તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા; કારણ, દેવની ષ્ટિમાં તેમનો મૂર્તિઓ પ્રત્યેનો પ્રેમ વ્યભિચાર હતો.
દુષ્ટ અન્યાયીઓથી તારણ દૂર રહે છે; કારણકે તે તમારા નિયમો શોધતા નથી.
યહોવા મારા માલિક કહે છે, “આ લોકો મારી પાસે આવવાની માત્ર વાતો જ કરે છે, અને કેવળ શબ્દોથી મને માન આપે છે, પરંતુ તેમનું હૃદય તો મારાથી દૂર જ છે. તેઓની ઉપાસના તો તેઓએ કંઠસ્થ કરેલા માનવીય હુકમો જ છે.
તમે તેઓને રોપો છો, તેઓનાં મૂળ ઊંડા જાય છે. અને તેઓનો વેપાર વધતો જાય છે, તેઓ ઘણો નફો કરે છે. અને ધનવાન થાય છે. તેઓ કહે છે, “દેવની કૃપાથી!” સાચા હૃદયથી તેઓ તમારો આભાર માનતા નથી.
હે યહોવા, તું ઇસ્રાએલની આશા છે, જેઓ તારો ત્યાગ કરશે તે બધા ફજેત થશે, ધૂળમાં લખેલા નામની જેમ તે ભૂંસાઇ જશે, કારણ કે તેમણે તમારો, જીવનના પાણીના ઝરાનો ત્યાગ કર્યો છે.
તમે દંભી છો! તમારા વિષે યશાયાએ જે ભવિષ્યવાણી કરી છે, તે સાચી છે:
હા, કોઈ એક સમયે તમે દેવથી ઘણા દૂર હતા પરંતુ હવે ખ્રિસ્ત ઈસુ થકી તમે દેવની નજીક આવ્યા છો. ખ્રિસ્તના રક્તથી તમે દેવની સાનિધ્યમાં આવ્યા.
તમે લોકો જે દેવથી ઘણા જ વિમુખ હતા, તેઓને ખ્રિસ્તે શાંતિની સુવાર્તા આપી, અને જે લોકો દેવની નજીક હતા તેઓને પણ શાંતિની સુવાર્તા આપી.
તમે લોકો દેવને વફાદાર નથી! તમારે જાણવું જોઈએે કે જગતને ચાંહવું તે દેવને ધિક્કારવા બરાબર છે. તેથી વ્યક્તિ જ્યારે દુનિયાનો એક ભાગબનવા ઈચ્છે છે, ત્યારે તે પોતાની જાતને દેવનો દુશ્મન બનાવે છે.
સાત દૂતોમાંનો એક આવ્યો અને મારી સાથે વાત કરી. આ દૂતોમાંનો એક હતો જેની પાસે સાત પ્યાલા હતા. તે દૂતે કહ્યું, “આવ, અને હું તમને વિખ્યાત વેશ્યાને જે શિક્ષા કરવામાં આવશે તે બતાવીશ. તે એક કે જે ઘણી નદીઓના પાણી પર બેસે છે.