Home Bibles ગીતશાસ્ત્ર 64:8 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 64:8 · ગુજરાતી બાઇબલ

દેવ તેઓના પોતાના શબ્દો તેમની વિરુદ્ધ ફરે તેમ કરશે. અને તેઓ ઠોકર ખાશે; જે કોઇ તેઓને જોશે તે સર્વ આશ્ચર્યથી માથાઁ ધુણાવશે.

Cross references

ગણના 16:34

તેમની ચીસો સાંભળીને ત્યાં આસપાસ ઊભેલા બધાં ઇસ્રાએલીઓ ભયભીત થઈને ભાગવા માંડયા. રખેને તેઓને પણ “ધરતી હડપ કરી જાય.”

1 શમુએલ 31:3

અને શાઉલની વિરુદ્ધ ખૂનખાર યુદ્ધ થયું હતું. કેટલાક ધનુર્ધારીઓએ તેની પાસે પહોંચી જઈ તેને સખત ઘાયલ કર્યો.

અયૂબ 15:6

હું નહિ, તારા શબ્દો જ તને દોષિત ઠરાવે છે, હા, તારી વાણી જ તારું પાપ પોકારે છે.

ગીતશાસ્ત્ર 9:3

જ્યારે મારા સર્વ શત્રુઓ પાછા ફરીને તમારાથી ભાગશે અને તેઓ ઠોકર ખાઇને નાશ પામશે.

ગીતશાસ્ત્ર 22:7

જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે. અને તેઓ મો મરડી-ડોકું ધુણાવી ને કડવી વાણી બોલે છે.

ગીતશાસ્ત્ર 31:11

મારા બધા દુશ્મનો મને મહેણાં મારે છે, અને મારા પડોશીઓ મારી હાંસી ઉડાવે છે. મારા સબંધીઓને મારો ભય લાગે છે; તેથી તેઓ મને અવગણે છે. જેઓ મને જુએ છે તેઓ તેમના મુખ ફેરવી લે છે.

ગીતશાસ્ત્ર 52:6

નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે, અને દેવને માન આપશે તેઓ હસશે અને કહેશે કે,

ગીતશાસ્ત્ર 59:12

તેઓ બધા પોતાના મુખનાં શબ્દોથી શાપ આપી પાપ કરે છે, તેઓના જ હોઠે અસત્ય બોલે છે, પોતાના જ અભિમાનમાં તેઓને ફસાઇ જવા દો.

ગીતશાસ્ત્ર 140:9

તેઓના કાવતરાંની જાળમાં તેઓ જ ફસાય તેવું થાઓ; મારું ભૂંડુ થાય તે માટે તેમણે જે યોજનાઓ કરી છે તેનાથી તેઓનો જ નાશ થાય તેવું થાઓ.

ગીતશાસ્ત્ર 144:6

વીજળી ચમકે અને મારા શત્રુઓ વિખેરાઇ જાય. તમારા “બાણ” ચલાવીને તેઓને વીધી મૂકો.

નીતિવચનો 12:13

દુષ્ટ માણસ પોતાની જ બંધી પાપી વાતોમાં સપડાય છે, ભલો માણસ મુશ્કેલીમાંથી હેમખેમ બહાર આવે છે.

નીતિવચનો 18:7

મૂર્ખની વાણી તેનો વિનાશ નોતરે છે. અને તે પોતાની શબ્દોનીજ જાળમાં સપડાય છે.

ચર્મિયા 18:16

તેમણે પોતાના દેશના એવા ભયંકર હાલ કર્યા છે કે લોકો સદા તેનો તિરસ્કાર કરશે. જતા આવતા સૌ કોઇ એની દશા જોઇને આભા બની માથું ધુણાવશે.

ચર્મિયા 48:27

શું તેં ઇસ્રાએલની હાંસી કરી નહોતી? શું તેં તેઓને ચોરોની ટોળી માની નહોતી? હા, જ્યારે પણ તે તેમના વિષે વાત કરી છ,ે ત્યારે તેં તુચ્છકારથી તારુંડોકુ હલાવ્યુ છે.

નાહૂમ 3:7

જેઓ તેને જોશે તે કહેશે, ‘નિનવેહ ધૂળધાણી થઇ ગયું.’ કોઇ એને માટે વિલાપ નહિ કરે, એને આશ્વાસન આપનાર શોધ્યો જડે એમ નથી.”

માથ્થી 21:41

યહૂદિઓના ધર્મગુરુંઓ અને આગેવાનોએ કહ્યું, “તે ચોક્કસ આ દુષ્ટ માણસોને મારી નાંખશે. અને બીજા ખેડૂતો જે તેમનો પાક થશે ત્યારે ભાગ આપશે તેવા ખેડૂતોને તે ખેતર ભાગે ખેડવા આપશે.”

લૂક 19:22

“પછી રાજાએ તે ચાકરને કહ્યું કે, ‘તું ખરાબ ચાકર છે, હું તારા જ શબ્દો તારા તિરસ્કાર માટે વાપરીશ. તેં કહ્યું, કે, ‘હું એક કડક માણસ છું. તેં કહ્યું કે હું જે કમાયો નથી તે પૈસા પણ લઈ લઉં છું. અને ફસલ જે મેં ઉગાડી નથી તે હું ભેગી કરું છું.

પ્રકટીકરણ 18:4

પછી મેં બીજો એક અવાજ આકાશમાંથી કહેતા સાંભળ્યો કે:“મારા લોકો, તે શહેરમાથી બહાર આવો, જેથી તમે તેના પાપોના ભાગીદાર ન થાઓ. પછી તમે તેના પર આવનારી વિપત્તિઓને તમારે સહન કરવી પડશે નહિ.

પ્રકટીકરણ 18:10

તેની વેદનાના ભયથી તે રાજાઓ દૂર ઊભા રહેશે. તે રાજાઓ કહેશે કે:‘અરેરે! ભયંકર! કેવું ભયંકર, મહાન બાબિલોન નગર, બાબિલોનનું બળવાન નગર! તારી શિક્ષા એક કલાકમાં થઈ!’

Interlinear

Choose Theme