Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 61:5 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 61:5 · ગુજરાતી બાઇબલ

હે દેવ, મેં તમને કરેલી પ્રતિજ્ઞાઓ તમે સ્વીકારી છે. જેઓ તમારો ડર રાખે છે અને તમારો આદર કરે છે તેને તમે ઉપહાર આપો છો.

Cross references

ગીતશાસ્ત્ર 16:5

યહોવા, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો. હે યહોવા, તમે મને સહાય કરો! તમે મને મારો ભાગ આપો !

ગીતશાસ્ત્ર 17:8

તમારી આંખની કીકી સમજીને તમે મારી રક્ષા કરો. અને તમારી પાંખોની છાયા નીચે મને સંતાડી દો.

ગીતશાસ્ત્ર 56:12

હે યહોવા, મેં તમને વચનો આપ્યા છે, અને હું તેમને પરિપૂર્ણ કરીશ, હું તમને મારી આભાર સ્તુતિનાં અર્પણ કરીશ.

ગીતશાસ્ત્ર 65:1

હે દેવ, સિયોનમાં અમે તમારી સ્તુતિ કરતાં શાંતપણે વાટ જોઇએ છીએ; અને અમે અમારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીએ છીએ.

ગીતશાસ્ત્ર 66:19

પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે, અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે.

ગીતશાસ્ત્ર 86:11

હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો; અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ, તમારા નામનો આદર કરવાને મારા હૃદયને એકાગ્ર કરો.

ગીતશાસ્ત્ર 91:2

હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે, હું તમારો વિશ્વાસ કરું છું.”

ગીતશાસ્ત્ર 115:13

હે યહોવાના ભકતો, નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.

માલાખી 3:16

ત્યારબાદ યહોવાથી ડરીને ચાલનારાઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા અને યહોવાએ સાંભળ્યું. તેની હાજરીમાં જ, તેનાથી ડરીને ચાલનારા અને તેનું ધ્યાન ધરનારાઓની નોંધ એક ચોપડામાં કરવામાં આવી.

પ્રેરિતોનાં ક્રત્યો 10:35

અને દેવ જે વ્યક્તિ તેની આરાધના કરે છે અને જે સાચું છે તે કરે છે તેનો સ્વીકાર કરે છે. વ્યક્તિ કયા દેશમાંથી આવે છે તે અગત્યનું નથી.

Interlinear

Choose Theme