પણ તે તો તમો છે મારા જેવા માણસ, મારા મિત્ર ને મારા સાથીદાર છો.
Cross references
આબ્શાલોમે રાજા દાઉદના સલાહકારોમાંનો એક અહીથોફેલને એના નગર ગીલોનીથી બોલાવ્યો, તે વખતે આબ્શાલોમ યજ્ઞ અર્પણ કરતો હતો. આબ્શાલોમનું કાવત્રું સારી રીતે પાર પડી રહ્યું હતું અને ઘણા લોકો તેને સાથ આપી રહ્યાં હતા. આબ્શાલોમના ટેકેદારોની સંખ્યા પણ વધતી ગઈ.
તે સમયમાં અહિથોફલની સલાહ દેવનીવાણી જેવીજ માંનવામાં આવતી હતી. દાઉદ અને આબ્શાલોમ પણ અહીથોફેલની સલાહને એ જ પ્રમાંણે માંનતા હતંા.
મારો જે શ્રેષ્ઠ મિત્ર હતો, જેની સાથે મેં ઘણીવાર ભોજન લીધું હતુ અને મને જેના પર ભરોસો હતો, તે મારી વિરુદ્ધ થઇ ગયો છે.
હે યહોવા, મારા પર કૃપા કરો, અને મને ફરી સાજો કરો; મને પથારીમાંથી ઊઠાડો, જેથી હુ તેમનો ઇલાજ કરું.
“પ્રત્યેક જણ પોતાના મિત્રથી સાવધ રહેજો, ભાઇનો પણ વિશ્વાસ ન કરતા, કારણ, એકેએક ભાઇ યાકૂબ જેવો દગાબાજ છે.
પડોશીનો વિશ્વાસ કરશો નહિ, મિત્ર ઉપર આધાર રાખશો નહિ, તમારી પ્રાણથી પ્યારી પત્ની આગળ પણ મોઢાંનું દ્વાર સંભાળી રાખજો.
યહૂદાએ લોકોને આ માણસ ઈસુ લાકડીઓ હતી.
લોકોને કયો માણસ ઈસુ હતો તે બતાવવા કઈક કરવા માટેની યોજના યહૂદાએ કરી હતી. યહૂદાએ કહ્યું, ‘જે માણસને હું ચૂમીશ તે ઈસુ છે. તેને પકડો અને જ્યારે તમે તેને દૂર દોરી જાઓ ત્યારે તેની ચોકી કરો.’
ઈસુએ કહ્યું કે, “તમારામાંનો એક મારી વિરૂદ્ધ થશે. તેનો હાથ મેજ પર મારા હાથની બાજુમાં છે.
જ્યારે ઈસુ બોલતો હતો ત્યારે એક લોકોનું ટોળું આવ્યું. બાર પ્રેરિતોમાંનો એક સમૂહને દોરતો હતો. તે યહૂદા હતો. યહૂદા ઈસુની નજીક આવ્યો જેથી તે ઈસુને ચૂંબન કરી શકે.
યહૂદિઓએ જે કહ્યું તે પિલાતે સાંભળ્યું. તેથી તે ઈસુને બહાર ફરસબંદી નામની જગ્યાએ લાવ્યો. (યહૂદિ ભાષામાં “ગબ્બથા” કહે છે.) પિલાત ત્યાં ન્યાયાસન પર બેઠો.