Home Bibles ગીતશાસ્ત્ર 36:5 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 36:5 · ગુજરાતી બાઇબલ

હે યહોવા, તમારો સનાતન પ્રેમ આકાશ જેટલો વિશાળ છે, અને તમારું વિશ્વાસપણું વાદળો સુધી પહોંચે છે.

Cross references

ઊત્પત્તિ 9:10

હું તમાંરી સાથે અને તમાંરા વંશજો સાથે, અને તમાંરી સાથેના બધા જીવો સાથે-પક્ષીઓ, ઢોરો અને જંગલી પ્રાણીઓ-જે બધા તમાંરી સાથે વહાણમાંથી બહાર આવ્યાં છે તે બધાની સાથે કરાર કરું છું.

ગીતશાસ્ત્ર 52:1

અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? તું લગાતાર દેવને અપકીતિર્ કરનાર છે?

ગીતશાસ્ત્ર 57:10

તમારો પ્રેમ એટલો મહાન છે કે તે આભને આંબે છે. તમારી વિશ્વસનીયતા પણ આકાશ જેટલી ઉંચે પહોંચે છે.

ગીતશાસ્ત્ર 89:2

મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે, અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”

ગીતશાસ્ત્ર 92:2

દસ તારવાળા વાજીંત્ર તથા સિતાર કે વીણાના મધુર સ્વર સાથે ગાવું તે ખરેખર સારું છે.

ગીતશાસ્ત્ર 100:5

કારણ, યહોવા ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ છે; અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.

ગીતશાસ્ત્ર 103:11

કારણ તેના ભકતો પરની તેની કૃપા જેટલું આકાશ પૃથ્વીથી ઊંચુ છે તેટલી છે.

ગીતશાસ્ત્ર 108:4

કારણ, તમારી કૃપા આકાશ કરતાં મોટી છે અને તમારું વિશ્વાસુપણું વાદળો સુધી પહોંચે છે.

યશાયા 55:7

દુષ્ટ માણસો પોતાના દુષ્ટ આચરણોનો ત્યાગ કરે; અને પાપીઓ પોતાના પાપી વિચારો છોડી દે; તેઓ યહોવા પાસે પાછા ફરે; તે તેમના પર દયા કરશે; આપણા દેવને ચરણે પાછા વળો; તે પૂરી માફી આપશે.

યશાયા 65:2

“એ બળવાખોર લોકોને વધાવી લેવા મેં આખો દિવસ હાથ પહોળા કર્યા, પણ તેઓ સ્વછંદી બની ખોટે માગેર્ ચાલે છે,

યર્મિયાનો વિલાપ 11:2

યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ તો તે લોકો છે, જેઓ દુષ્ટ કર્મો કરવાની યોજના ઘડનાર છે અને આખા નગરમાં દુષ્ટ સલાહ આપનાર માણસો પણ એ જ છે;

મીખાહ 2:1

જેઓ પોતાની પથારીમાં જાગૃત રહીને પાપી યોજનાઓ અને દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે તેઓને ધિક્કાર છે! પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે.

માથ્થી 24:35

આખી દુનિયા, પૃથ્વી અને આકાશનો નાશ થશે, પણ મેં તમને જે શબ્દો કહ્યાં છે તેનો કદી વિનાશ નહિ થાય!

હિબ્રૂઓને પત્ર 6:18

પેલી બે વસ્તુ કદી બદલાતી નથી. એક તો દેવ કઈક કહે છે ત્યારે તે કદી અસત્ય હોતું નથી અને જ્યારે તે સમ લે છે ત્યારે તે જૂઠા હોઈ શકે નહિ.આ બે બાબતો આપણને દિલાસો આપે છે કે આશાને વળગી રહેવા દેવ પાસે આશ્રય માટે આવનારને સલામતી આશ્રય અને સામથ્યૅ મળે છે.

Interlinear

Choose Theme