તેઓ મોટેથી કહે છે કે, “તેઓએ અયોગ્ય આચરણ કરતાં મને જોયો છે, તેઓ કહે છે, અમે તને અમારી પોતાની આંખે એ પ્રમાણે કરતાં જોયો છે.”
Cross references
દેવે મારા ધનુષ્યની દોરી લઇ લીધી છે અને મને દુર્બળ બનાવી દીધો છે.
જેમ ફાડી ખાનાર તથા ગર્જના કરતો સિંહ પોતાના શિકાર પર આક્રમણ કરે છે, તેમ તેઓ પોતાના મોં ખુલ્લા રાખીને મારી તરફ ધસી આવે છે.
જેમ પાણી વહી જાય તેમ, મારી શકિત પણ ચાલી ગઇ છે. જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે, તેમ મારંુ હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.
જેઓ મારી મજાક કરે છે; તેઓ પરાજયથી પાયમાલ થાઓ.
યહોવા પર અને તેના તારણ પર પ્રેમ કરનાર સર્વના હિતમાં, તેમના યહોવાના આનંદનો ભાગ સદા કાયમ રહો. ઉદ્ધાર ચાહનારા નિરંતર કહો, “યહોવા મોટા મનાઓ.”
દેવે મારી, સર્વકાળે સર્વ સંકટમાં રક્ષા કરી છે; મારા શત્રુઓ પર વિજય અપાવ્યો, તે મેં નજરે નિહાળ્યું છે. 8
જેઓ મારી મશ્કરી કરે છે, તેઓ પોતાના પરાજયથી લજ્જિત થાઓ.
પૂર્વમાંથી અરામીઓ અને પશ્રિમમાંથી પલિસ્તીઓ ઇસ્રાએલને એક જ કોળિયામાં મુખ પહોળું કરીને ગળી જશે. આ બધું થવા છતાં યહોવાનો રોષ ઊતર્યો નથી. અને તેમનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે.
તારા શત્રુઓ મોં ઉઘાડી તારી હાંસી ઉડાવે છે, અને દાંત કચકચાવી ને ફિટકાર વરસાવે છે. આપણે જ એને પાયમાલ કરી છે, આપણે આ જ દિવસની રાહ જોતા હતા, જેની અમને પ્રતિક્ષા હતી અને અમને તે પ્રાપ્ત થયો છે.
તેઓને કહે: ‘યહોવા મારા માલિકના વચનો સાંભળો: જ્યારે મારું મંદિર અશુદ્ધ બનાવાયું હતું ત્યારે તમે મશ્કરી કરી; જ્યારે ઇસ્રાએલ દેશની તારાજી થતી હતી ત્યારે તમે તેની હાંસી ઉડાવી અને જ્યારે યહૂદાના લોકોને બંદીવાસમાં લઇ જવાતા હતા ત્યારે તમે આનંદ મનાવ્યો.
જ્યારે ઈસુ ત્યાંથી જતો હતો ત્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓએ તેને વધારે કષ્ટ આપવા લાગ્યા. તેઓ ઘણી બાબતો વિષે પ્રશ્રોના ઉત્તર આપવા માટે પ્રયત્ન કરીને ઈસુને ઉશ્કેરવા લાગ્યા.