ગીતશાસ્ત્ર 35:2 · ગુજરાતી બાઇબલ
તમે ઢાલ અને બખતર ધારણ કરી ઊભા રહો, અને મારું રક્ષણ કરો.
Cross references
નિર્ગમન 15:3
યહોવા તો યોદ્ધા છે, જેનું યહોવા નામ છે.
પુનર્નિયમ 32:41
કે હું જ માંરી ચળકતી તરવારની ધાર કાઢીશ, અને ન્યાય કરીશ; દુશ્મનો પર હું વેર વાળીશ અને જે મને ધિક્કારે છે તેને હું સજા કરીશ.
ગીતશાસ્ત્ર 7:12
જો માણસ પાપનું પ્રાયશ્ચિત નહિ કરે, તો તે તેની તરવાર તીક્ષ્ણ કરશે. તેણે પોતાના ધનુષ્યને તાણીને સિદ્ધ કર્યુ છે.
ગીતશાસ્ત્ર 91:4
તેની પાંખો પ્રસરાવીને તે તારું રક્ષણ કરશે, તમને તેની પાંખો નીચે આશ્રય મળશે, તેની સત્યતા તમારું રક્ષણ કરતી ઢાલ અને દીવાલ જેવાં હશે.
યશાયા 13:5
યહોવા અને તેના ક્રોધનો અમલ કરનારા યોદ્ધાઓ દૂર દૂરના દેશમાંથી, ક્ષિતિજને પેલે પારથી સમગ્ર દેશનો નાશ કરવા આવી રહ્યા છે.”
યશાયા 42:13
યહોવા શૂરવીરની જેમ યુદ્ધને ઝનૂને ચડીને ધસી જાય છે; તે ગર્જના કરે છે, યુદ્ધનાદ જગાવે છે અને પોતાના દુશ્મનોને પોતાનું પરાક્રમ બતાવશે.