Home Bibles ગીતશાસ્ત્ર 33:21 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 33:21 · ગુજરાતી બાઇબલ

અમે યહોવામાં આનંદિત છીએ. અમે તેમનામાં ભરોસો રાખીએ છીએ. અમને તેમનાં પવિત્ર નામમાં વિશ્વાસ છે.

Cross references

1 કાળવ્રત્તાંત 16:10

તમે તેના પવિત્ર નામથી ગવિર્ષ્ઠ થાઓ, તમે યહોવાના ભકતો, આનંદો!

1 કાળવ્રત્તાંત 16:35

બોલો, હે દેવ અમને તારણ કરનાર, તમે અમારો ઉદ્ધાર કરો, બીજી પ્રજાઓથી અમારી રક્ષા કરો અને અમને એકત્રિત કરો. અમે સહુ તમારા પવિત્ર નામનો આભાર માનીશું; અમે તમારી સ્તુતિ ગાવા માટે ગૌરવ લઇશું.”

ગીતશાસ્ત્ર 13:5

મેં હંમેશા તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે. તમારી પાસેથી મુકિત મેળવવામાં મારા હૃદયને આનંદ મળશે.

ગીતશાસ્ત્ર 28:7

યહોવા મારું સાર્મથ્ય અને ભયસ્થાનોમો મારી ઢાલ છે. મારા હૃદયે તેમનો ભરોસો રાખ્યો છે, અને મને તેમની સહાય મળી છે. મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે, તેમની સ્તુતિ ગાઇને હું તેમનો આભાર માનું છુ.

ગીતશાસ્ત્ર 30:10

હે યહોવા, મારા પર દયા કરો, મારી અરજીને સંભળો મને સહાય કરો.”

ગીતશાસ્ત્ર 32:10

દુષ્ટ લોકોને ઘણી તકલીફો સહન કરવી પડે છે; પણ જેઓ દેવમાં વિશ્વાસ કરે છે, તેઓ તો યહોવાની કૃપાથી ધેરાયેલાં રહેશે.

યશાયા 25:9

તે દિવસે સૌ લોકો એમ કહેશે, “એ આપણો ઉદ્ધાર કરશે એવી જેને વિષે આપણે આશા સેવતા હતા, તે આપણો દેવ આ છે, આપણે જેની પ્રતિક્ષા કરતા હતા તે આ યહોવા છે, અને તેણે આપણો ઉદ્ધાર કર્યો છે; માટે ચાલો, આપણે આનંદોત્સવ કરીએ.”

ઝખાર્યા 10:7

ઇસ્રાએલના લોકો બળવાન યોદ્ધા જેવા બની જશે અને તેમનાં હૃદય દ્રાક્ષારસ પીધો હોય એમ આનંદમાં આવી જશે. તેમના વંશજો તે જોઇને ખુશ થશે અને મારી કૃપા યાદ કરીને તેમનાં હૃદય હરખાશે.

લૂક 1:47

“મારો આત્મા પ્રભુની સ્તુતિ કરે છે મારું હ્રદય આનંદ કરે છે કારણ કે દેવ મારો તારનાર છે.

યોહાન 16:22

તમારી સાથે પણ એવું જ છે. તમે હમણા ઉદાસ છો. પણ હું તમને ફરીથી જોઈશ અને તમે પ્રસન્ન થશો અને કોઈ તમારો આનંદ છીનવી શકશે નહિ.

પ્રકટીકરણ 4:8

આ ચાર જીવતા પ્રાણીઓને છ છ પાંખો હતી. અને આ બધા જીવતા પ્રાણીઓ અંદર અને બહાર બધી બાજુએ આંખોથી ભરપુર હતાં. આ જીવતા ચાર દિવસ અને રાત કદી આ રીતે કહેતા વિસામો લેતા નથી;“પવિત્ર, પવિત્ર, પવિત્ર, પ્રભુ દેવ, સર્વશક્તિમાન જે હંમેશા હતો, જે છે, અને જે આવનાર છે.”

Interlinear

Choose Theme