Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 31:6 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 31:6 · ગુજરાતી બાઇબલ

જૂઠ્ઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, હું ફકત યહોવામાં ભરોસો કરું છું;

Cross references

1 કાળવ્રત્તાંત 16:28

તમે બધી પ્રજાઓ, યહોવાના ગૌરવ અને સાર્મથ્ય વિષે બોલો.

ગીતશાસ્ત્ર 24:4

ફકત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હૃદય નિર્મળ છે, તેઓએ મારા નામના જૂઠા સમ લીધા નથી, તેઓ જેમણે ખોટાં વચનો આપ્યાં નથી, અને જૂઠ્ઠુ બોલ્યાં નથી. તેઓજ યહોવાના પર્વત પર ચઢી શકશે.

ગીતશાસ્ત્ર 26:5

હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું ને દુષ્ટોની મંડળીમાં કદાપિ બેસીશ નહિ.

ગીતશાસ્ત્ર 96:7

હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી; તે તમે કબૂલ કરો ને તેમને માન આપો .

ગીતશાસ્ત્ર 139:2

મારું બેસવું તથા ઊઠવું તમે જાણો છો; મારા વિચારો પણ તમે વેગળેથી સમજો છો.

સભાશિક્ષક 12:7

અને તારી કાયા જેમ અગાઉ હતી તેવી જ પાછી ધૂળ થઇ જશે, અને દેવે તને જે આપેલો તે આત્મા તેમની પાસે પાછો જશે.

ચર્મિયા 10:8

મૂર્તિઓની પૂજા કરનારા બન્ને અક્કલ વગરના અને મૂર્ખ છે. તેઓ મૂર્તિઓ પાસેથી શિખામણ મેળવે છે જે માત્ર લાકડાનાં ટુકડા છે.

ચર્મિયા 10:15

નકામી છે, હાંસીપાત્ર છે. દેવ તેમને સજા કરશે ત્યારે તેઓ નેસ્તનાબૂદ થઇ જશે.

યૂના 2:8

લોકો કે જેઓ દેવની નકામી મુતિઓર્ પૂજે છે તેઓ તે જ એકને ત્યાગી દે છે જે વફાદારીથી તેમની દરકાર કરત.

યોહાન 2:8

પછી ઈસુએ નોકરોને કહ્યું, “હવે થોડું પાણી બહાર કાઢો. જમણના કારભારી પાસે લઈ જાઓ.”તેથી નોકરો કારભારીની પાસે પાણી લાવ્યા.

રોમનોને પત્ર 1:21

આમ, દેવ વિષે સઘળું જાણ્યા પછી પણ તેઓએ દેવને મહિમા આપ્યો નહિ અને તેનો આભાર માન્યો નહિ. લોકોના વિચારોનું અધ:પતન થયું. તેમના મૂર્ખ મનમાં પાપરુંપી અંધકાર છવાઈ ગયો.

1 કરિંથીઓને 8:4

તેથી હું મૂર્તિઓના નૈંવેદ ખાવા અંગે આમ કહેવા માગું છું: આપણે જાણીએ છીએ કે મૂર્તિ જેવું ખરેખર આ જગતમાં કોઈ અસ્તિત્વ નથી. આપણે એ પણ જાણીએ છીએ કે દેવ ફક્ત એકજ છે.

1 કરિંથીઓને 10:20

પરંતુ હું કહું છું કે મૂર્તિને લોકો જે વસ્તુઓનું બલિદાન ચડાવે છે તે તો ભૂતપિશાચોને ચડાવેલું બલિદાન છે, નહિ કે દેવને, અને ભૂતપિશાચો સાથે કોઈ પણ બાબતમાં તમારી ભાગીદારી હું ઈચ્છતો નથી.

Interlinear

Choose Theme