Home Bibles ગીતશાસ્ત્ર 31:1 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 31:1 · ગુજરાતી બાઇબલ

હે યહોવા, હું તમારી ઉપર આધાર રાખું છું મને નિરાશ ન કરશો. મારી સાથે હમેંશા સારા રહેજો અને મને કૃપા આપતા રહેજો.

Cross references

ગીતશાસ્ત્ર 7:8

હે યહોવા, તમે સર્વ લોકોનો ન્યાય કરો છો, મને જાહેરમાં ન્યાયી ઠરાવો, અને તેઓ સમક્ષ મને તમે નિદોર્ષ ને પ્રામાણિક સાબિત કરો.

ગીતશાસ્ત્ર 22:4

અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો. અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા.

ગીતશાસ્ત્ર 25:2

હું હમેશા તમારો વિશ્વાસ કરું છું. તો મારી સાથે કોઇ એવી વસ્તુ ન બને કે જેથી મારે શરમાવું પડે. મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.

ગીતશાસ્ત્ર 43:1

હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિદોર્ષ પુરવાર કરો. અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો, તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.

ગીતશાસ્ત્ર 71:1

હે યહોવા, મેં તમારું શરણું લીધું છે. મને શરમિંદો કરશો નહિ.

ગીતશાસ્ત્ર 143:1

હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી આજીજીનો જવાબ આપો અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.

ગીતશાસ્ત્ર 143:11

હે યહોવા, તમારા નામને માટે મને જીવાડો; તમારા ન્યાયીપણાથી મને મુશ્કેલીમાંથી બચાવો.

યશાયા 49:23

રાજાઓ તેમના પાલકપિતા થશે અને તેમની રાણીઓ તેમની ધાવ થશે. તેઓ તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે અને તમારા ચરણની રજ ચાટશે; ત્યારે તું જાણશે કે, હું યહોવા છું, જેઓ મારી વાટ જુએ છે તેઓ કદી જ નિરાશ થશે નહિં.”

દારિયેલ 9:16

હે યહોવા, તમે અનેક વખત અમને ઉગાર્યા છે; તમારા ન્યાયને માટે તે રીતે હવે તમે યરૂશાલેમ ઉપરથી તમારો રોષ ઉતારી નાખો. એ તો તમારી નગરી છે, તમારો પવિત્ર પર્વત છે. અમારા પાપોને કારણે અને અમારા પિતૃઓના અપરાધોને કારણે યરૂશાલેમ અને તમારી પ્રજા આસપાસના લોકોમાં હાંસીપાત્ર બની ગયાઁ છે.

રોમનોને પત્ર 5:5

આ આશા આપણને કદી પણ નિરાશ નહિ કરે એ કદી પણ નિષ્ફળ નહિ જાય. એમ શા કારણે? કેમ કે દેવે આપણા હૃદયમાં તેનો પ્રેમ વહેવડાવ્યો છે. ‘પવિત્ર આત્મા’ દ્વારા દેવે આપણને આ પ્રેમ અર્પણ કર્યો છે. દેવ તરફથી ભેટરૂપે એ ‘પવિત્ર આત્મા’ આપણને પ્રાપ્ત થયો છે.

રોમનોને પત્ર 10:11

હા, ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ તેનામાં વિશ્વાસ કરે છે તેને શરમાવું નહિ પડે.”

Interlinear

Choose Theme