Home Bibles ગીતશાસ્ત્ર 27:3 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 27:3 · ગુજરાતી બાઇબલ

ભલે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે, તો પણ હું જરાય ડરવાનો નથી; ભલે એ મારી વિરુદ્ધ યુદ્ધ કરે; પણ મને યહોવા પર ભરોસો છે કે, તેઓ મારું રક્ષણ કરશે.

Cross references

1 શમુએલ 19:8

તે પદ્ધી ટૂંક સમયમાં ફરી યદ્ધ ફાટી નીકળ્યું. અને દાઉદે પલિસ્તીઓ ઉપર હુમલો કર્યો; અને તેમને એવા હરાવ્યા કે, તેઓ જીવ લઈને ભાગ્યાં.

1 શમુએલ 28:15

શમુએલે શાઉલને પૂછયું કે, “તેં શા માંટે મને અહીં બોલાવીને હેરાન કર્યો છે?”શાઉલે કહ્યું, “હું ભારે મુશ્કેલીમાં આવી પડયો છું, પલિસ્તીઓ માંરી સામે યુદ્ધે ચડયા છે, યહોવા માંરી પાસેથી જતા રહ્યા છે, તે મને પ્રબોધક માંરફતે કે સ્વપ્ન માંરફતે જવાબ આપતા નથી; એટલે માંરે શું કરવું એ જાણવા મેં તમને બોલાવ્યા છે.”

2 રાજઓ 6:15

બીજે દિવસે વહેલી સવારે એલિશાનો ચાકર વહેલો ઊઠયો અને બહાર ગયો, તો તેણે એક સૈન્યની ટુકડીને રથો અને ઘોડાઓ સહિત શહેરને ઘેરો ઘાલીને પડેલી જોઈ, તે બોલી ઊઠયો, “હે શેઠ, હવે તમે શું કરશો?”

2 કાળવ્રત્તાંત 20:15

તેણે કહ્યું, “હે યહૂદાના બધા પ્રજાજનો, યરૂશાલેમના બધા વતનીઓ અને રાજા યહોશાફાટ ધ્યાનથી સાંભળો, યહોવા તમને કહે છે: ‘ડરશો નહિ; આ મોટા સૈન્યથી ગભરાઇ જશો નહિ, આ યુદ્ધ પણ દેવનું છે.

અયૂબ 4:6

દેવ પ્રત્યે તને ખરેખર વિશ્વાસ છે? તારી વિશ્વસનીયતાને કારણે તું આશા રાખે છે?

ગીતશાસ્ત્ર 3:6

જે હજારો શત્રુઓએ મને ઘેરી લીધો છે તેઓથી હું જરાય ડરીશ નહિ.

ગીતશાસ્ત્ર 3:7

હે યહોવા, ઉઠો; મારું તારણ કરો મારા દેવ; એમ હું તમને હાંક મારીશ; કારણકે તમે મારા સર્વ શત્રુઓના જડબાં પર પ્રહાર કર્યો છે અને તે દુષ્ટોના તમે દાંત તોડી નાખ્યાં છે.

ગીતશાસ્ત્ર 52:6

નિષ્પક્ષો આ જોશે અને ભય રાખશે, અને દેવને માન આપશે તેઓ હસશે અને કહેશે કે,

ગીતશાસ્ત્ર 112:7

તે ખરાબ સમાચારથી ડરતો નથી; અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે.

યશાયા 41:11

હવે તમારા પર ગુસ્સે થનારાં સર્વ સૈન્યો વિમાસણમાં પડ્યા છે અને વિખેરાઇ ગયા છે. જે કોઇ તમારો વિરોધ કરશે તે મૃત્યુ પામશે.

યશાયા 54:16

“ભઠ્ઠીમાં અંગારાને વીંઝણા નાખનાર અને જુદાંજુદાં કામ માટે હથિયારો ઘડનારા લુહારનો સર્જનહાર હું છું, બધું નાશ કરનારા ‘સંહારકને’ પેદા કરનાર પણ હું જ છું.

રોમનોને પત્ર 8:35

શું ખ્રિસ્તના પ્રેમમાંથી કોઈ પણ વસ્તુ આપણને જુદા પાડી શકશે? ના! શું વિપત્તિ, કે વેદના કે સતાવણી કે, દુષ્કાળ કે, નગ્નતા કે જોખમ કે, તલવાર? અપણને ખ્રિસ્તના પ્રેમમાંથી જુદા પાડી શકશે? ના! તો શું સમસ્યાઓ અથવા ખ્રિસ્તના દુશ્મનો દ્વારા ઊભી કરાતી મુશ્કેલીઓ અને જુલ્મ આપણને ખ્રિસ્તના પ્રેમથી જુદા કરી શકશે? ના! આપણી પાસે જો ખોરાક કે કપડાં નહિ હોય તો તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! જોખમ કે મૃત્યુ પણ આવે તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના!

2 કરિંથીઓને 5:6

તેથી હમેશા અમારામાં હિંમત હોય છે. અમે જાણીએ છીએ કે જ્યાં સુધી અમે આ શરીરમાં જીવીએ છીએ ત્યાં સુધી અમે પ્રભુથી દૂર છીએ.

ફિલિપ્પીઓને પત્ર 1:28

અને જે લોકો તમારી વિરુંદ્ધ છે તેઓનાથી તમે ગભરાતા નથી આ સર્વ વસ્તુઓ દેવની સાબિતી છે કે તમારો ઉદ્ધાર થયો છે અને તમારા દુશ્મનોનો વિનાશ.

1 પિતરનો પત્ર 3:14

પરંતુ સત્કર્મ કરવા છતાં પણ તમારે દુ:ખ સહન કરવું પડે. જો આમ થાય તો તમને ધન્ય છે. તમને દુ:ખી કરનાર લોકોથી ગભરાશો નહિ કે મુશ્કેલી અનુભવશો નહિ.

પ્રકટીકરણ 2:10

તારી સાથે જે કંઈ બનશે તેથી તું ડરતો નહી. હું તમને કહું છું શેતાન તમારામાંના કેટલાકને બંદીવાન બનાવશે. તે તમારું પરીક્ષણ કરવા માટે આમ કરશે. તમારે દશ દિવસ સુધી સહન કરવુ પડશે. જો તારે મૃત્યુ પામવું પડે તો પણ વિશ્વાસુ રહેજે. જો તું વિશ્વાસુ બની રહેશે તો પછી હું તને જીવનનો મુગટ આપીશ.

પ્રકટીકરણ 12:7

પછી ત્યાં આકાશમાં યુદ્ધ થયું. મિખાયેલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા. તે અજગર અને તેના દૂતો તેમની સામે લડ્યા.

Interlinear

Choose Theme