Home Bibles ગીતશાસ્ત્ર 25:19 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 25:19 · ગુજરાતી બાઇબલ

મારા શત્રુઓ ઘણાં છે તે જરા જુઓ; તેઓ કેટલી ક્રૂરતાથી મારી ધૃણા કરે છે તે જુઓ.

Cross references

2 શમએલ 16:11

દાઉદે અબીશાયને અને બીજા બધા અમલદારોને કહ્યું, “જો માંરો સગો પુત્ર માંરો જીવ લેવા તૈયાર હોય તો આ બિન્યામીનના કુળસમૂહના માંણસને એમ કરવાનો વધુ અધિકાર છે. તેને મને શાપ આપવા દો. યહોવાએ તેને આમ કરવા કહ્યું છે.

2 શમએલ 17:2

જયારે તે થાકેલો અને હતાશ હશે ત્યારે હું તેની પાસે જઇશ અને તેને ગભરાવીશ. અને તેના બધા માંણોસો ભાગી જશે અને હું જ રાજાને માંરી નાખીશ.

ગીતશાસ્ત્ર 3:1

હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે; ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે.

ગીતશાસ્ત્ર 11:5

યહોવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે પણ દુષ્ટ અને અન્યાયી લોકોને ધિક્કારે છે.

ગીતશાસ્ત્ર 18:48

તે મારા શત્રુઓથી મને છોડાવે છે. અને મારી સામે થનાર પર મને વિજય અપાવે છે. મારી લાજ લૂંટનાર માણસથી મને બચાવે છે.

ગીતશાસ્ત્ર 27:2

જ્યારે દુષ્ટ શત્રુઓ મારો સંહાર કરવા આવશે, ત્યારે તેઓ ઠોકર ખાઇને નીચે પડશે.

ગીતશાસ્ત્ર 27:12

હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો. કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.

ગીતશાસ્ત્ર 38:19

જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે; જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.

ગીતશાસ્ત્ર 38:20

ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે, અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે, કારણ, હું જે સારું છે તેને અનુસરું છું.

ગીતશાસ્ત્ર 52:2

તું દુષ્ટ યોજનાઓ બનાવે છે. તારી જીભ અણીદાર અસ્રા જેવી છે. તારી જીભ દુષ્ટતા કરવા જૂઠું બોલ્યા કરે છે.

ગીતશાસ્ત્ર 56:2

મારા શત્રુઓ સતત મારા પર હુમલો કરી રહ્યાં છે. ઘણા લડવૈયાઓ મારી સામે ઊભા થયા છે.

ગીતશાસ્ત્ર 57:4

મારું જીવન જોખમમાં છે. હું માનવભક્ષી સિંહોનાં જેવા હિંસક દુશ્મનોથી ઘેરાયો છું. તેમના દાંત તીર ને ભાલાં જેવા છે, તેમની જીભ જાણે ધારદાર તરવાર સમાન છે.

ગીતશાસ્ત્ર 86:14

હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે; અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.

ગીતશાસ્ત્ર 138:7

ભલે સંકટો મારા પર આવી પડે, તો પણ તમે મને સુરક્ષિત પાર ઉતારજો; મારા શત્રુઓના ક્રોધની સામે તું તારો હાથ લાંબો કરજે, તમારા પરાક્રમથી તમે મને બચાવજો.

ગીતશાસ્ત્ર 140:1

હે યહોવા, દુષ્ટ માણસોથી મને મુકત કરો; જુલમગારોથી તમે મારું સદા રક્ષણ કરો.

ગીતશાસ્ત્ર 140:4

હે યહોવા, દુષ્ટોના હાથોમાંથી મને બચાવો; જેઓએ મને હાની પહોંચાડવાની યોજના કરી છે; એવા હિંસક માણસોથી તમે મને બચાવો.

ગીતશાસ્ત્ર 140:11

જૂઠું બોલનારાઓને આ દેશમાં રહેવા દેશો નહિ, તે દુષ્ટ હિંસક માણસોનો શિકાર અને વિનાશ થવા દો!

ગીતશાસ્ત્ર 143:3

મારા શત્રુઓ મારી પાછળ પડ્યા છે; તેઓએ મને જમીન પર પછાડ્યો છે, અને અંધકારમાં પૂરી દીધો છે, જાણે હું મરી ગયો હોઉં તેમ.

લૂક 22:2

મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને મારી નાખવાનો રસ્તો શોધવાના પ્રયત્નો કરતા હતા. પણ તેઓ લોકોથી ડરતા હતા.(માથ્થી 26:14-16; માર્ક 14:10-11)

લૂક 23:5

તેઓએ ફરીફરીને કહ્યું કે, “પણ તે લોકોને ઉશ્કેરે છે! તે યહૂદિયાની આજુબાજુ બોધ આપે છે. તેણે ગાલીલમાં શરૂ કર્યો અને હવે તે અહીં છે!”

લૂક 23:21

પણ તેઓએ વારંવાર બૂમો પાડી, “તેને મારી નાખો!” “વધસ્તંભ પર મારી નાખો!”

Interlinear

Choose Theme