હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી. તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં હતા. હું જ્યારે મારી માતાને ધાવતો હતો ત્યારે પણ તમે મારી સંભાળ લઇને વિશ્વાસ જગાવ્યો હતો.
Cross references
હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો. મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો. હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.
હે દેવ, મારા બાળપણમાં તમે મને શીખવ્યું છે, ત્યારથી હું તમારા ચમત્કારો વિષે જણાવતો રહ્યો છું.
જ્યારે મારી માતાનાં ગર્ભાશયમાં સંતાઇનેમારી રચના થતી હતી ત્યારે પણ તમે મારાં હાડકાને બનતા નિહાળ્યાં હતા અને જ્યારે મારું શરીર આકાર લેતું હતું.
એટલે યહોવા પોતે તમને એંધાણી બતાવશે:જુઓ, એક કુમારીને ગર્ભ રહ્યો છે, અને તે એક પુત્રને જન્મ આપશે. અને તેનું નામ ‘ઇમ્માનુએલ’ એટલે કે આપણી સાથે દેવ એવું પડશે.
કારણ કે આપણે સારુ બાળક અવતર્યુ છે, આપણને એક પુત્રનું વરદાન આપવામાં આવ્યું છે. “તેના ખભા પર રાજ્યાધિકારની નિશાની છે. તે એક અદભુત સલાહકાર, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર કહેવાશે.”
હે દૂર દેશાવરના લોકો, ધ્યાન દઇને સાંભળો! હું જન્મ્યો તે પહેલાથી યહોવાએ મને બોલાવ્યો હતો, જ્યારે હું મારી માતાના ગર્ભમાં હતો ત્યારે જ તેણે મને નામ આપ્યું હતું.
જ્ઞાની માણસોના ગયા પછી, યૂસફને સ્વપ્નમાં પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહ્યું કે, “ઊભો થા! બાળક અને તેની માને લઈને મિસરમા નાસી જા. હેરોદ બાળકની તપાસ શરૂ કરશે. તે તેને મારી નાખવા માગે છે. હું જ્યાં સુધી કહું કે બધું સલામત નથી, ત્યાં સુધી મિસરમાં જ રહેજે.”
તે અજગરના પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને પૃથ્વી પર નીચે ફેંકયો. તે અજગર તે સ્ત્રીની સામે આવ્યો અને ઊભો રહ્યો જે બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી. તે અજગરની ઈચ્છા જ્યારે તે સ્ત્રીનું બાળક જન્મે ત્યારે તેને ખાઇ જવાની હતી.