Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 20:2 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 20:2 · ગુજરાતી બાઇબલ

ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે અને તમને સિયોનમાંથી શકિત આપે.

Cross references

2 શમએલ 5:7

પરંતુ દાઉદે તો સિયોનનો ગઢ કબજે કર્યો, જે પછીથી દાઉદનું નગર બની ગયું.

2 શમએલ 6:17

પવિત્રકોશને દાઉદે તૈયાર કરેલા ખાસ મંડપમાં મૂકવામાં આવ્યો, અને દાઉદે યહોવાને દહનાર્પણો અને શાંત્યર્પણો અર્પણ કર્યા.

1 રાજઓ 6:16

મંદિરની પાછળની બાજુ તેણે 20 હાથ લાંબો એક ઓરડો બાંધ્યો. તેણે તેની દીવાલો દેવદારથી જડી દીધી હતી અને તે તળિયેથી છેક છત સુધી પહોંચતી હતી, આ અંદરની જગ્યા હતી, પરમપવિત્ર સ્થળ હતું.

1 રાજઓ 8:44

“વળી તમે તમાંરા લોકોને તેઓના શત્રુઓની સામે યુદ્ધમાં મોકલો અને ત્યારે જો તેઓ તમાંરા પસંદ કરેલા નગર અને મંદિર જે મેં તમાંરે નામે બંધાવેલ છે તેની તરફ જોઇને યહોવાને પ્રાર્થના કરે.

2 કાળવ્રત્તાંત 20:8

તેઓ તેમાં વસ્યા અને તેમણે તારા નામ માટે એક મંદિર બાંધ્યું.

ગીતશાસ્ત્ર 3:4

હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું, ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી, તેમના મંદિરમાંથી મને ઉત્તર આપે છે.

ગીતશાસ્ત્ર 54:3

વિદેશનાં માણસો મારી વિરુદ્ધ થયા છે, તેઓ અતિ ક્રૂર છે, મારો જીવ લેવા ઇચ્છે છે. ‘દેવ છે’ એ હકીકતની તેમને દરકાર નથી.

ગીતશાસ્ત્ર 73:17

પછી હું દેવના પવિત્રસ્થાનમાં એક દિવસ ધ્યાન કરવા માટે ગયો, ત્યાં હું આખરે દુષ્ટ લોકો વિષે તેમનાં ભવિષ્ય અને તેમના અંત વિષે સમજ્યો.

નીતિવચનો 18:10

યહોવાનું નામ મજબૂત કિલ્લો છે, જ્યાં ભાગી જઇને સજ્જન સુરક્ષિત રહે છે.

યશાયા 12:6

હે સિયોનનાં વાસીઓ, આનંદના પોકાર કરો, ઇસ્રાએલના મહાન પરમ પવિત્ર દેવ છે. અને તમારા સૌની વચ્ચે વસે છે.

યશાયા 14:32

બીજા દેશમાંથી આવેલા સંદેશવાહકોને શો જવાબ આપવો? એ જ કે, યહોવાએ સિયોનની સ્થાપના કરી છે અને ત્યાં જ તેના ગરીબ અને કચડાયેલા લોકો આશ્રય મેળવશે.

યશાયા 37:34

એ જે રસ્તે આવ્યો તે જ રસ્તે પાછો જશે, આ શહેરમાં તે પ્રવેશ નહિ કરે. આ હું યહોવા બોલું છું.

Interlinear

Choose Theme