Home Bibles ગીતશાસ્ત્ર 148:6 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 148:6 · ગુજરાતી બાઇબલ

દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.

Cross references

અયૂબ 38:10

મે તેની બાજુઓની હદ બનાવી અને બંધ દરવાજાઓની સીમાઓ પાછળ તેને મૂકી.

અયૂબ 38:33

શું તું આકાશને અંકુશમાં લેવાના સિદ્ધાંતો જાણે છે? શું તું તેઓને પૃથ્વી પર શાસન કરાવી શકે છે?

ગીતશાસ્ત્ર 89:37

તેમનું શાસન મારા વિશ્વાસુ સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે.”

ગીતશાસ્ત્ર 93:1

યહોવા રાજ કરે છે, ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે કે તે અચળ રહેશે.

ગીતશાસ્ત્ર 119:90

તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ ધરતી સ્થાપી છે અને તે નભી રહી છે.

નીતિવચનો 8:27

જ્યારે તેણે આકાશને એને સ્થાને સ્થાપ્યું, અને સાગર ઉપર ક્ષિતિજને ગોઠવી હતી ત્યારે મારું અસ્તિત્વ હતું.

યશાયા 54:9

દેવ કહે છે, “આ તો નૂહના વખતના જેવું છે, જેમ તે વખતે મેં પ્રતિજ્ઞા કરી હતી કે, હું ફરી કદી પૃથ્વી ઉપર જળપ્રલય નહિ લાવું. તેમ આજે હું તને વચન આપું છું કે, ફરી કદી હું તારા પર ગુસ્સો કરીશ નહીં, કે તને ઠપકો દઇશ નહિ.”

ચર્મિયા 31:35

“જેણે દિવસે પ્રકાશ આપવા માટે સૂર્ય અને રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્ર અને તારાઓ આપ્યા છે, જે સાગરને એવો ખળભળાવે છે કે તેનાં તરંગો ગર્જના કરી ઊઠે, જેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે” તે કહે છે:

ચર્મિયા 31:36

“જો મેં કુદરતમાં સ્થાપેલી વ્યવસ્થા લોપ પામે તો જ ઇસ્રાએલનો વંશ પણ મારી પ્રજા તરીકે લોપ પામી શકે છે.

ચર્મિયા 33:25

પરંતુ યહોવાનો ઉત્તર આ છે: “દિવસ તથા રાત અને પૃથ્વી તથા આકાશના પરિમણનો સમય નિર્ધારિત કરેલો છે;

Interlinear

Choose Theme