Home Bibles ગીતશાસ્ત્ર 145:20 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 145:20 · ગુજરાતી બાઇબલ

તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે; પણ દુષ્ટોનો નાશ કરે છે.

Cross references

નિર્ગમન 20:6

પરંતુ માંરા પર પ્રીતિ રાખનાર અને માંરી આજ્ઞાનું પાલન કરનારની હજારો પેઢી પર હું દયાભાવ દર્શાવનાર છું.

1 શમુએલ 2:9

યહોવા પોતાના ભકતોની સંભાળ રાખે છે, પણ દુષ્ટો ને અંધકારમાં રખાય છે અને તેઓ નાશ પામશે. તેમની શકિત તેમને વિજય મેળવવામાં મદદ નહિ કરે.

ગીતશાસ્ત્ર 1:6

યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે; પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે.

ગીતશાસ્ત્ર 9:5

હે યહોવા, તમે વિદેશી રાષ્ટોને, અન્ય પ્રજાઓને અને દુષ્ટ લોકોનો નાશ કર્યો છે. અને તમે સદાને માટે તેઓના નામ ભૂંસી નાખ્યાં છે.

ગીતશાસ્ત્ર 9:17

દેવને ભૂલનારા દુષ્ટોને નરકમાં ધકેલી દેવાશે. યહોવાને ભૂલનારા સઘળાં લોકો શેઓલમાં જશે.

ગીતશાસ્ત્ર 31:23

હે યહોવાના સર્વ ભકતો, તમે તેમનાં પર પ્રેમ રાખો; વિશ્વાસુઓની તેઓ રક્ષા કરે છે, અને અભિમાનીને શિક્ષા કરે છે.

ગીતશાસ્ત્ર 37:28

કારણ, યહોવા ન્યાય અને પ્રામાણિકતાને ઇચ્છે છે તે તેમના વિશ્વાસુ ભકતોને કદી છોડી દેતાં નથી; તે તેમનું સદા રક્ષણ કરશે અને દુષ્ટોનાં સંતાનોનો વિનાશ કરશે.

ગીતશાસ્ત્ર 97:10

હે યહોવા, પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો, તે પોતાના ભકતોના આત્માઓનું રક્ષણ કરે છે. તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.

ગીતશાસ્ત્ર 104:35

પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો અને દુષ્ટોનું અસ્તિત્વ મીટાવી દેવામાં આવે. હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર! તમે યહોવાની સ્તુતિ કરો!

માથ્થી 25:41

“પછી રાજા તેની ડાબી બાજુ બેઠેલા માણસોને કહેશે. મારી પાસેથી જે અગ્નિ સદાને માટે સળગે છે ત્યાં ચાલ્યા જાઓ. તમે શ્રાપિત છો, શેતાન તથા તેના દૂતો માટે જે સર્વકાલિક અગ્નિ તૈયાર કરેલો છે તેમાં પડો અને,

યોહાન 10:27

મારાં ઘેટાં મારી વાણી સાભળે છે. હું તેઓને ઓળખું છું. અને તેઓ મને અનુસરે છે.

રોમનોને પત્ર 8:28

આપણે જાણીએ છીએ કે જે લોકો દેવને ચાહે છે તેમના બધાજ કાર્યોમાં દેવ તેઓના ભલા માટે કામ કરે છે. તે લોકો દેવની ખાસ પસંદગી પામેલા છે, કેમ કે દેવની એવી યોજના હતી.

યાકૂબનો 2:5

મારા વહાલા ભાઈઓ અને બહેનો! ધ્યાનથી સાંભળો, આ દુનિયાના ગરીબ લોકો વિશ્વાસમાં ધનવાન બને અને દેવે પોતાના પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરે માટે દેવે તેઓને પસંદ કર્યા છે.

1 પિતરનો પત્ર 1:5

તમારા વિશ્વાસ થકી દેવનું સાર્મથ્ય તમારું રક્ષણ કરે છે, અને તમારું તારણ થાય ત્યાં સુધી તે તમને સલામત રાખે છે.

Interlinear

Choose Theme