હે યહોવા, શા માટે તમે લોકોને મહત્વના ગણો છો? તમે માણસોની નોંધ પણ શા માટે લો છો?
Cross references
દેવ, તમે મનુષ્યને મહત્વપૂર્ણ શા માટે ગણો છો? તમારે શા માટે તેને માન આપવું જોઇએ? તમે શા માટે તેના પર ધ્યાન આપવાની પણ તસ્દી લો છો?
શું માણસ પવિત્ર હોઇ શકે? સ્ત્રીજન્ય માનવી કદી નિદોર્ષ હોઇ શકે?
પછી મને આશ્ચર્ય થાય છે, કે માનવજાત શું છે, જેનું તમે સ્મરણ કરો છો? માણસો તે કોણ છે કે તેઓની તમે મુલાકાત લો છો?
કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે, અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે.
તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો, કારણકે તેમની પાસે તારણ નથી.
હવે માણસને ભરોસે રહેશો નહિ, કારણ એની શી વિસાત છે? જેનો શ્વાસ તેના નસકોરાંમાં જ છે.
તેમાં કોઈક જગાએ શાસ્ત્રોમાં લખ્યું છે કે, “હે દેવ તું માણસોની શા માટે દરકાર કરે છે? મનુષ્ય પુત્રની પણ શા માટે દરકાર કરે છે? શું તે એટલો બધો અગત્યનો છે?