હે યહોવા, જલ્દીથી મને ઉત્તર આપો; કારણકે, મેં પ્રાર્થના કરી છે. મદદ માટેનો પોકાર સાંભળો.
Cross references
તમે મને ખોટુ કરવા બદલ શા માટે સીધી રીતે માફ કરતા નથી? તમે મારા પાપોને શા માટે સીધી રીતે માફ કરતા નથી? થોડાજ સમયમાં હું મરી જઇશ અને માટીમાં મળી જઇશ. તમે મને શોધશો, પણ હું ત્યાં હોઇશ જ નહિ.”
હે યહોવા, મારાથી દૂર ન જશો . હે દેવ! હે મારા આશ્રય; મારા સાર્મથ્ય, મારી મદદે આવો.
હે યહોવા, મદદ માટેની મારી બૂમો સાંભળો. તમારી પરમપવિત્રસ્થાન તરફ હું હાથ ઊંચા કરું છું; અને તમારી સહાય માટે ખરા મનથી પ્રાર્થના કરું છું.
હે યહોવા, કૃપા કરી ને મારી રક્ષા કરો. હે યહોવા, હવે મને સહાય કરવા ઉતાવળ કરો.
તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ, હું અપાર સંકટોમાં છું, મને જલદી ઉત્તર આપો.
જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને મુંજાઇ જાઓ. જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે તેઓ પાછા પડો અને શરમ અનુભવો.
પણ હું તો દરિદ્રી અને લાચાર છું, હે યહોવા, ઝટ તમે મારી મદદે આવો; તમે જ એકલાં મારા સહાયક તથા ઉદ્ધાર કરનાર છો; હે યહોવા, હવે જરાપણ વિલંબ ન કરો.
હે દેવ, મારાથી દૂર ન જશો; તમે મારી પાસે આવવાં ઉતાવળ કરો; અને મને સહાય કરો.
હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી આજીજીનો જવાબ આપો અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.
હે યહોવા, મને જલ્દી જવાબ દો કારણકે હવે હું નબળો થતો જાઉં છું; તમે મારાથી મોઢું ફેરવશો તો હું મૃત્યુ પામીશ.