Home Bibles ગીતશાસ્ત્ર 140:6 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 140:6 · ગુજરાતી બાઇબલ

મેં યહોવાને કહ્યું; તમે મારા દેવ છો; હે યહોવા, દયા માટેની મારી અરજ સાંભળો.

Cross references

ગીતશાસ્ત્ર 16:2

મે યહોવાને કહ્યુ છે, “તમે મારા માલિક છો. મારી પાસે જે બધું સારું છે તે ફકત તમારી પાસેથી જ આવ્યું છે.

ગીતશાસ્ત્ર 16:5

યહોવા, તમે મારા વારસાનો તથા મારા પ્યાલાનો ભાગ છો. હે યહોવા, તમે મને સહાય કરો! તમે મને મારો ભાગ આપો !

ગીતશાસ્ત્ર 27:7

હે યહોવા, મારી વિનંતી સાંભળો. મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.

ગીતશાસ્ત્ર 28:1

હે યહોવા, તમને મદદ માટે પ્રાર્થના કરૂં છું. હે મારા ખડક, તમારા કાન બંધ રાખતો નહિ, કારણકે તમે મારા મદદના પોકાર નો જવાબ નહિ આપો તો મારી ગણના કબરમાંના મૃત લોકો જેવી જ થશે.

ગીતશાસ્ત્ર 31:14

પરંતુ હે યહોવા, હું તમારો વિશ્વાસ કરૂં છું મેં કહ્યું, “ફકત તમે જ મારા દેવ છો.”

ગીતશાસ્ત્ર 55:1

હે દેવ, મારી પ્રાર્થનાને સાંભળો; મારી દયા માટેની પ્રાર્થનાની અવગણના કરશો નહિ.

ગીતશાસ્ત્ર 57:7

હે દેવ! મારું હૃદય તૈયાર છે, મારું હૃદય તમારો વિશ્વાસ કરવા માટે અડગ છે. હું દેવ સ્તોત્રો ગાઇશ.

ગીતશાસ્ત્ર 64:1

હે યહોવા, મારી ફરિયાદનો પોકાર સાંભળો, શત્રુ તરફના ભયથી મને ઉગારો.

ગીતશાસ્ત્ર 91:2

હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે, હું તમારો વિશ્વાસ કરું છું.”

ગીતશાસ્ત્ર 116:1

યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળે છે અને તેના ઉત્તર આપે છે તેથી તે મને ગમે છે.

ગીતશાસ્ત્ર 119:57

હે યહોવા, મારો વારસો છો તમે; હું વચનો પાળીશ તમારા, એમ મે કહ્યું છે.

ગીતશાસ્ત્ર 130:2

હે યહોવા, મારી હાકલ સાંભળ; અને મદદ માટેની મારી હાકલ પર તમારા કાન ધ્યાન આપે.

ગીતશાસ્ત્ર 142:4

જ્યારે હું આજુબાજુ જોઉં છું, હું કોઇ મિત્રને જોતો નથી, જે મને મદદ કરી શકે, અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે.

ગીતશાસ્ત્ર 142:5

હે યહોવા, મારી પ્રાર્થનામાં મે તમને પોકાર કર્યો અને કહ્યું, “યહોવા, મારી સંતાવાની જગા માત્ર તમે જ છો. આ જીવનમાં મારી પાસે જે બધું છે તે તમે છો.”

ગીતશાસ્ત્ર 143:1

હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો, મારી આજીજીનો જવાબ આપો અને મને બતાવો કે તમે ભલા અને ન્યાયી છો.

ચર્મિયા 18:22

અચાનક લશ્કરી ટૂકડીઓ તેઓ પર આવી ચઢે અને તેઓનાં ઘરોમાંથી ચીસો સાંભળશે, જ્યારે તું તારું લશ્કર લઇને તેમની પર ચઢી આવે, કારણ કે મને ખાડામાં પાડી નાખવા માટે તેઓએ ખાડો ખોદ્યો છે. અને મારા રસ્તામાં તેઓએ છૂપાં છટકાં ગોઠવી રાખ્યા છે.

યર્મિયાનો વિલાપ 3:24

મેં કહ્યું, “મારી પાસે જે કંઇ છે તે યહોવા છે. તેથી હું તેનામાં મારી આશા મૂકું છું.

ઝખાર્યા 13:9

અને, જો, એ ત્રીજા ભાગને હું પુષ્કળ મુસીબતોરૂપી અગ્નિમાં નાખી ચાંદીને શુદ્ધ કરે છે તેમ શુદ્ધ કરીશ, અને જેમ સોનાને ચકચકીત કરે છે. તેમ મારું નામ લઇને પોકાર કરશે, ને હું તેમને જવાબ આપીશ, હું કહીશ, ‘તમે મારા લોકો છો; અને તેઓ કહેશે કે, ‘યહોવા અમારા દેવ છે.”‘

Interlinear

Choose Theme