ગીતશાસ્ત્ર 139:9 · ગુજરાતી બાઇબલ
જો હું પરોઢિયાની પાંખો પર સમુદ્રોને પેલે પાર ઘણે દૂર જાઉં
Cross references
ગીતશાસ્ત્ર 18:10
તેકરૂબ પર ચડીને ઊડતા હતાં. અને તેઓ પવનમાં ઉંચે ઊડતા હતાં.
ગીતશાસ્ત્ર 19:6
તે આકાશને એક છેડેથી નીકળી અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે. તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.
ગીતશાસ્ત્ર 74:16
દિવસ અને રાત બંને તમારા છે, અને તમે જ સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યુ છે.
યશાયા 24:14
પરંતુ બચી ગયેલા તે થોડા લોકો મોટા સાદે આનંદના ગીતો ગાશે. તેઓ યહોવાના મહાત્મ્યને લીધે પશ્ચિમમાં હર્ષનાદ કરશે.
માલાખી 4:2
“પરંતુ તમે જેઓ મારા નામથી ડરીને ચાલો છો તેઓના માટે મુકિતનો સૂર્ય ઉદય પામશે અને તેનાં કિરણો તમારા બધા ઘા રૂજાવશે અને તમે કોઠારમાંથી છૂટેલાં વાંછરડાની જેમ નાચતાકૂદતા ને ગેલ કરતા હશો. તમે દુષ્ટોને કચડી નાખશો.”