જો હું તમારા વિચારોને ગણવાનો પ્રયત્ન કરું તો તેઓ રેતીના કણ કરતાંય વધારે થાય, અને જ્યારે હું તેમને ગણવાનું પૂરું કરીશ તો હજી પણ હું તારી સાથે હોઇશ!
Cross references
પછી હું શાંતિથી સૂઇ જાઉં છું, સવારે જાગીશ પણ ખરો! કારણ યહોવા મારું રક્ષણ કરે છે.
મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી. હું તેમના જમણા હાથ પાસે જ છું, ત્યાંથી મને કોઇ ખસેડી શકે તેમ નથી.
પણ હું ન્યાયપૂર્વક વત્ર્યો છું તેથી હું તમારો ચહેરો જોઇ શકું અને તમને જોઇને મને સંતોષ થશે.
હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે. તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે. તમારા જેવું કોઇ નથી ! હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.
તમારે ખરેખર યજ્ઞોની અને ખાદ્યાર્પણની જરૂર નથી. તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાઁ નથી. તમે મારા કાન ઉઘાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકુ.
કારણ, મારા માથે સમસ્યાઓનો ઢગલો ખડકાયો છે; મારા અસંખ્ય પાપોનાં બોજ નીચે હું દબાઇ ગયો છું મારા પાપો મારા માથાના વાળથીયે વધારે છે. મેં મારી હિંમત ગુમાવી છે.
જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે, આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.
તમે જાણો છો હું ક્યાં જઇ રહ્યો છું અને હું ક્યારે સુઇ જાઉ છું. હું જે બધું કરું છું તે તમે જાણો છો.
છતાં પણ અમારી પાસે આ ખાતરી છે: “જેઓ દેવના છે; તેઓ ફરીથી સજીવન થશે. તેઓનાં શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારાઓ, તમે જાગૃત થાઓ, ને મોટેથી હર્ષનાદ કરો; કારણ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે, તે જેમ વનસ્પતિને સજીવન કરે છે તેમ યહોવા મૃત્યુલોકમાં સૂતેલાઓને સજીવન કરશે.”
જેઓ ધરતીની ધૂળમાં પોઢી ગયા છે તેઓમાંના ઘણા બેઠા થશે, કેટલાકને શાશ્વત જીવન મળશે અને કેટલાકને અનંતકાળ સુધી શરમ અને તિરસ્કારના ભોગ બનવું પડશે.
આપણે તેની સંઘાતે જીવી શકીએ તેથી ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યો. જ્યારે ઈસુનું આગમન થાય ત્યારે આપણે જીવિત હોઈએ કે મૃત તેનું કોઈ મહત્વ નથી.