ગીતશાસ્ત્ર 136:14 · ગુજરાતી બાઇબલ
સમુદ્રમાં થઇને જે તેઓને સુરક્ષિત સામે પાર લઇ ગયા; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
Cross references
નિર્ગમન 14:22
ઇસ્રાએલના લોકો સૂકી જમીન પર ચાલીને સમુદ્રમાંથી પાર ગયા. ઇસ્રાએલીઓની ડાબી અને જમણી બાજુએ પાણીની ભીત બની ગઈ હતી.
ગીતશાસ્ત્ર 78:13
તેમણે તેઓની સમક્ષ સમુદ્રનાં બે ભાગ કર્યા હતાં, તેઓને તેમાં થઇને સામે પાર મોકલ્યા હતાં. તેઓની બંને બાજુએ પાણી દિવાલની જેમ સ્થિર થઇ ગયું હતું,
ગીતશાસ્ત્ર 106:9
તે દેવે રાતા સમુદ્રને આદેશ આપ્યો એટલે તે સૂકાઇ ગયો, અને તેણે અમારા પિતૃઓને ઊંડા સમુદ્રમાંથી રેતીના રણ જેવી સૂકી ભૂમિ પર દોર્યા.