યહોવાની સ્તુતિ કરો કારણ, તે ઉત્તમ છે; તેના નામની સ્તુતિ કરો, કારણકે તે આનંદદાયક છે.
Cross references
હે ન્યાયી લોકો, યહોવામાં હરખાઓ; શુદ્ધ હૃદયવાળા લોકો યહોવાની સ્તુતિ કરે તે સારું છે.
મારી પથારીમાં હું તમારૂં સ્મરણ કરું છું, અને મધરાતે તમારૂં ધ્યાન ધરું છું.
યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના, પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
કારણ, યહોવા ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ છે; અને પેઢી દરપેઢી તેમનું ન્યાયીપણું ટકી રહે છે.
યહોવાની સ્તુતિ કરો! યહોવાનો આભાર માનો, કારણકે તે ભલા છે, તેમનો સાચો પ્રેમ સદાકાળ છે!
યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે; અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
તમે ઉત્તમ છો અને ઉત્તમ કરો છો; મને તમારા વિધિઓ શીખવો.
યહોવાની સ્તુતિ કરો, કારણકે તે ઉત્તમ છે. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.
તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીતિર્ ગજાવશે; અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.
તે ભલા છે માટે યહોવાની સ્તુતિ થાઓ. આપણા દેવનાં સ્તુતિગીતો ગાઓ. કારણકે તે સારું અને ગમતું છે.
ઈસુએ ઉત્તર આપ્યો, “શું સારું છે એવું મને શા માટે પૂછે છે? ફક્ત દેવ સારો છે. પરંતુ જો તારે અનંતજીવન જોઈતું હોય તો દેવની આજ્ઞાનું પાલન કર.”