Home Bibles ગીતશાસ્ત્ર 132:5 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 132:5 · ગુજરાતી બાઇબલ

વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાને નિદ્રા આવવા દઇશ નહિ.”

Cross references

2 શમએલ 6:17

પવિત્રકોશને દાઉદે તૈયાર કરેલા ખાસ મંડપમાં મૂકવામાં આવ્યો, અને દાઉદે યહોવાને દહનાર્પણો અને શાંત્યર્પણો અર્પણ કર્યા.

2 શમએલ 7:1

રાજા પોતાના મહેલમાં સ્થાયી થયા અને યહોવાએ તેને ચારે બાજુના શત્રુઓથી સુરક્ષા આપી.

1 રાજઓ 8:17

“હવે માંરા પિતા દાઉદે ઇસ્રાએલના યહોવા દેવના નામનું એક મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો હતો.

1 રાજઓ 8:27

“પરંતુ ઓ! દેવ! શું એ શકય છે કે તમે સાચે જ આ પૃથ્વી પર રહેશો? કારણ કે આકાશ, અરે! ઉંચામાંઉંચા સ્વગોર્, પણ તમને ધારણ કરી શકે તેમ નથી, તો આ મંદિર જે મેં બંધાવેલું છે તેની શી વિસાત?

1 કાળવ્રત્તાંત 15:3

તેથી યહોવાના કોશને માટે યરૂશાલેમમાં તૈયાર કરેલી જગ્યાએ તેને લઇ જવા માટે તેણે સર્વ ઇસ્રાએલીઓને ભેગા કર્યા.

1 કાળવ્રત્તાંત 15:12

અને કહ્યું, “તમે લેવી વંશના કુલસમૂહોના આગેવાનો છો. તમે અને તમારા કુટુંબીઓ તમારી જાતને પવિત્ર કરીને ઇસ્રાએલના દેવ યહોવાના કોશને મેં તેને માટે તૈયાર કરેલા મંડપમાં લઇ આવજો.

1 કાળવ્રત્તાંત 22:7

તેણે કહ્યું, “પુત્ર મેં યહોવા દેવને માટે મંદિર બાંધવાનો નિશ્ચય કર્યો હતો.

1 કાળવ્રત્તાંત 28:2

દાઉદ રાજાએ તેઓ સમક્ષ ઊભા થઇને સંબોધન કરતાં કહ્યું, “મારા ભાઇઓ, અને મારાં પ્રજાજનો, મારી વાત સાંભળો, મારો વિચાર આપણા દેવ યહોવાના કરારકોશ માટે એક વિશ્રાંતિનું મંદિર બાંધવાનો હતો, જે આપણા દેવ માટે પાયાસન જેવું બનશે. અને મેં તેની તૈયારીઓ પણ કરી હતી;

2 કાળવ્રત્તાંત 2:6

પરંતુ તેમને માટે યોગ્ય નિવાસસ્થાન કોણ બાંધી શકે? અપાર ઊંચામાં ઊંચું આકાશ પણ તેને સમાવી શકતું નથી. તો પછી હું કોણ કે તેને માટે મંદિર બાંધું? એ તો માત્ર તેની સમક્ષ ધૂપ કરીને તેમનું ભજન કરવાનું સ્થાન જ બનશે.

યશાયા 66:1

યહોવા કહે છે, “આકાશો મારું રાજ્યાસન છે, અને પૃથ્વી મારી પાદપીઠ છે; તમે મારું ઘર ક્યાં બાંધશો? મારું નિવાસસ્થાન ક્યાં ઊભું કરશો?

પ્રેરિતોનાં ક્રત્યો 7:46

દેવ દાઉદ પર ઘણો પ્રસન્ન હતો. દાઉદે તેના યાકૂબના દેવને માટે રહેઠાણ (મંદિર) બનાવવાની રજા માગી.

એફેસીઓને પત્ર 2:22

અને ખ્રિસ્તમાં તમે લોકો અન્ય બીજા સાથે જોડાઈ ગયા છો. તમને તે જગ્યાએ સ્થાન પ્રાપ્ત થયું છે. જ્યાં આત્મા દ્વારા દેવનો વાસ છે.

Interlinear

Choose Theme