ગીતશાસ્ત્ર 130:6 · ગુજરાતી બાઇબલ
પહેરો ભરનાર સંત્રી પ્રભાતની રાહ જુએ તે કરતાં વિશેષ હું યહોવાની રાહ જોઉં છું.
Cross references
ગીતશાસ્ત્ર 39:8
હે યહોવા, મને મારા પાપોમાંથી ઉગારો, દુષ્ટ માણસની જેમ મને તિરસ્કૃત ન થવા દો.
ગીતશાસ્ત્ર 63:6
જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે, આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.
ગીતશાસ્ત્ર 119:147
પ્રભાત થતાં પહેલા મેં પ્રાર્થના કરી; અને મે તમારી વાતની આશા રાખી.
ગીતશાસ્ત્ર 134:1
હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો; તમે યહોવાને સ્તુત્ય માનો.
યશાયા 21:8
પછી તે ચોકીદારે સિંહની જેમ પોકાર કર્યો, “હે યહોવા મારા પ્રભુ, હું આખો દિવસ ચોકીના બુરજ પર ઊભો રહું છું, આખી રાત હું મારી જગાએ ઊભો રહી ચોકી કરુ છું.
પ્રેરિતોનાં ક્રત્યો 27:29
ખલાસીઓને ભય હતો કે આપણે ખડકો સાથે અથડાઇશું. તેથી તેઓએ ચાર લંગર વહાણના પાછલા ભાગમાંથી પાણીમાં નાખ્યા. પછી તેઓ દિવસનો પ્રકાશ આવે તે માટે પ્રાર્થના કરવા લાગ્યા.