Home Bibles ગીતશાસ્ત્ર 13 · ગુજરાતી બાઇબલ ||

ગીતશાસ્ત્ર

Chapter 13

ગુજરાતી બાઇબલ
1હે યહોવા, ક્યાં સુધી તમે મને ભૂલી જશો? શું સદાને માટે? હું નિ:સહાય છું, તમે ક્યાં સુધી મારાથી મુખ ફેરવશો? 2આખો દિવસ મારું હૃદય દુ:ખથી ભરાઇ ગયું છે અને હું મારી જાતને પૂછયા કરું છું: જો તમે મને ભૂલી ગયા હો તો કયાં સુધી મારે વિચારવું કે તમે મને ભૂલી ગયા છો? કયાં સુધી મારા હૃદયમાં આ દુ:ખનો અનુભવ કરવો? કયાં સુધી મારા દુશ્મનો મને જીતતા રહેશે? 3હે યહોવા, મારા દેવ, ધ્યાન દઇ અને મારા સવાલોના જવાબ આપો. જ્યાં સુધી હું મૃત્યુનિંદ્રામાં ન પડું ત્યાં સુધી મારી આંખોમાં જયોતિ પ્રગટાવો. 4શત્રુઓને કહેવા દેશો નહિ કે, અમે તેની ઉપર વિજય મેળવ્યો છે. મારી હાર જોવામાં તેઓને રાજી ન કરતાં. 5મેં હંમેશા તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે. તમારી પાસેથી મુકિત મેળવવામાં મારા હૃદયને આનંદ મળશે. 6યહોવા સમક્ષ હું ગાયન ગાઇશ, કારણ યહોવાએ મારા પર કૃપા કરી છે.

Choose Theme