Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 129:6 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 129:6 · ગુજરાતી બાઇબલ

તેઓ છાપરા ઉપર અંકુરિત થતા ઘાસ જેવા થાઓ; જે વૃદ્ધિ પામ્યાં પહેલા સુકાઇ જાય છે.

Cross references

ઊત્પત્તિ 41:23

અને પછી તેઓની પાછળ જ સૂકાયેલાં તથા હલકાં, ચિમળાઈ ગયેલાં પાતળાં અને લૂથી બળી ગયેલાં ડૂંડા ફૂટી નીકળ્યાં.

2 રાજઓ 19:26

તેથી ત્યાંના રહેવાસીઓ શકિતહીન, ભયભીત અને હાંફળાં-ફાંફળાં બની ગયા હતા, અને વગડાના છોડ જેવા, કુમળાં ઘાસ જેવા, ધાબા પર ઊગી નીકળેલાં, ને લૂથી બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.

ગીતશાસ્ત્ર 37:2

કારણ તેઓ તો ઘાસ અને લીલા છોડવા જેવાં છે જે ચીમળાઇને મરી જશે.

ગીતશાસ્ત્ર 92:7

દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે, ભૂંડુ કરનાર દરેક જગાએ ફૂટી નીકળે છે. પણ તેમનો સદાને માટે વિનાશ થશે.

યશાયા 37:27

ત્યાંના રહેવાસીઓ શકિતહીન, ભયભીત, અને હાંફળાફાંફળા બની ગયા હતા. અને વગડાના છોડ જેવા, કુમળા ઘાસ જેવા, છાપરા ઉપર ઊગી નીકળેલા ને લૂથી બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.

ચર્મિયા 17:5

આ યહોવાના વચન છે, “એને શાપિત જાણજો જે મારાથી વિમુખ થઇને માણસ પર વિશ્વાસ રાખે છે, જે માટીના માનવીને પોતાનો આધાર માને છે!

માથ્થી 13:6

પણ સૂર્યના તાપથી બધા જ કુમળા છોડ ચીમળાઈ ગયા અને સુકાઈ ગયા. કારણ તેમનાં મૂળ ઊડાં ન હતાં.

Interlinear

Choose Theme