Home Bibles ગીતશાસ્ત્ર 124:8 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 124:8 · ગુજરાતી બાઇબલ

આકાશ અને પૃથ્વીના સર્જનહાર; યહોવા જ અમારા મદદગાર છે.

Cross references

ઊત્પત્તિ 1:1

આરંભમાં દેવે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું.

નહેમ્યા 9:6

તું જ એક માત્ર યહોવા છે, તંે આકાશ અને સૌથી ઉંચુ સ્વર્ગ, તારા, પૃથ્વી અને જે બધી વસ્તુ તેમાં છે, અને સમુદ્ર અને તેમાં જે બધું છે, તેં બધું બનાવ્યું. બધાંને જીવતા રાખ્યાં છે, અને આકાશના તારાઓ પણ તને નમન કરે છે!

ગીતશાસ્ત્ર 20:8

તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે અડગ ઊભા રહીશુ.

ગીતશાસ્ત્ર 115:15

હા, આકાશ અને પૃથ્વીના સર્જક; યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.

ગીતશાસ્ત્ર 121:2

આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર યહોવા પાસેથી મને સહાય મળે છે.

ગીતશાસ્ત્ર 134:3

સિયોનમાંથી યહોવા, જેણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે તમને આશીર્વાદ આપો!

ગીતશાસ્ત્ર 146:5

જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે; અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.

યશાયા 37:16

હે સૈન્યોના દેવ યહોવા, કરૂબો પર બિરાજમાન, ઇસ્રાએલના દેવ, તમે જ પૃથ્વીનાં બધા રાજ્યોના એક માત્ર દેવ છો. તમે જ આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યુ છે.

ચર્મિયા 32:17

“હે સૈન્યોનો દેવ યહોવા, તમેં તમારી પ્રચંડ શકિતથી આકાશ અને પૃથ્વી ર્સજ્યા છે. તમારે માટે કશું અશકય નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 4:24

જ્યારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ બધાએ પ્રાર્થના કરી અને એ જ વિનંતી કરી. “પ્રભુ, પૃથ્વી, આકાશ, સમુદ્ર અને જે બધી વસ્તુઓ જગતમાં છે તેને ઉત્પન્ન કરનાર તું જ છે.

Interlinear

Choose Theme