Home Bibles ગીતશાસ્ત્ર 119:54 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 119:54 · ગુજરાતી બાઇબલ

તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.

Cross references

ઊત્પત્તિ 47:9

યાકૂબે કહ્યું, “હું એકસો ત્રીસ વર્ષ જીવ્યો છું. માંરી જીંદગી ટૂંકી અને મુશ્કેલીઓથી ભરપૂર હતી, માંરા પિતા અને માંરા પિતૃઓ માંરા કરતા ઘણા વૃધ્ધ હતા ત્યાં સુધી જીવ્યા.”

ગીતશાસ્ત્ર 10:1

હે યહોવા, તમે શા માટે આધા ઊભા રહો છો? સંકટ સમયે અમને તમારી ખૂબ જરૂર છે, તમે પાછા કયાં સંતાઇ ગયા છો?

ગીતશાસ્ત્ર 89:1

યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ, સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.

હિબ્રૂઓને પત્ર 11:13

આ બધાજ માણસો મરણ પામ્યા ત્યાં સુધી દેવે વચનો આપ્યાં તેમાંથી કાંઇજ મેળવી શક્યા નહિ છતાં વિશ્વાસથી જીવ્યા, તેઓએ પેલાં વચનો દુરથી જોયા. અને તેમનું સ્વાગત કર્યુ અને તેઓએ એ પણ જાણ્યું કે આ પૃથ્વી અમારું કાયમી ઘર નથી, અહીં તો અમે માત્ર મુસાફરો જ છીએ.

Interlinear

Choose Theme