તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવા, તમારા ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
Cross references
હે દેવ, મારા રાજા, મારી અરજ જરા સાંભળો; કારણ, હું માત્ર તમારી જ પ્રાર્થના કરીશ, અન્યની નહિ.
હે પ્રેમાળ દયાળુ દેવ! મારા પર દયા કરો. તમારી મહાન સહાનુભૂતિથી મારા પાપો ભૂંસી નાખો.
હે યહોવા, મને ધ્યાનથી સાંભળો; ને મને ઉત્તર આપો; હું શોકને કારણે અશાંત છું; અને વિલાપ કરું છું.
હે યહોવા, મારી ફરિયાદનો પોકાર સાંભળો, શત્રુ તરફના ભયથી મને ઉગારો.
હે યહોવા, મારી પ્રાર્થનાનો ઉત્તર આપો; કારણ તારી કૃપ ઉત્તમ છે; તમારા પુષ્કળ વાત્સલ્ય મુજબ મારા તરફ વળો.
પણ, હે યહોવા દેવ, તમે મારા પ્રભુ છો! ને તમારા નામને માટે મારા ભલા માટે કામ કરો; તમારી કૃપા ઉત્તમ છે, યહોવા, મારો ઉદ્ધાર કરો.
હું મૃત્યુ પામવાની તૈયારીમાં છું. તમારા વચન આપ્યું હતું પ્રમાણે મને જિવડા.
તમારા નિયમોને આધીન થવાનું હું ઝંખુ છું; મારા ન્યાયીપણાંમાં તમે મારા જીવનને સંભાળી રાખો.
તમારી કૃપા પ્રમાણે તમે મને જીવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.
મારી લડતને લડો અને મને બચાવો! મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
હે યહોવા, તારી કરુણા ધણી મહાન છે; તારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડ.
યહોવાના ઉપકારો હું સંભારીશ અને આપણે માટે એણે જે કાઇં કર્યું છે તે માટે હું તેના ગુણગાન ગાઇશ. પોતાની અપાર કરુણા અને દયાથી પ્રેરાઇને તેણે ઇસ્રાએલના લોકોનું ભારે મોટું કલ્યાણ કર્યું છે.