Home Bibles ☰ Books ગીતશાસ્ત્ર 113:1 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 113:1 · ગુજરાતી બાઇબલ

યહોવાની સ્તુતિ કરો! હે યહોવાના સેવકો, સ્તુતિ કરો, યહોવાના નામની સ્તુતિ કરો.

Cross references

ગીતશાસ્ત્ર 33:1

હે ન્યાયી લોકો, યહોવામાં હરખાઓ; શુદ્ધ હૃદયવાળા લોકો યહોવાની સ્તુતિ કરે તે સારું છે.

ગીતશાસ્ત્ર 34:22

યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ.

ગીતશાસ્ત્ર 69:36

વળી તેના સેવકોનાં સંતાન દેશનો વારસો પામશે, તેમનાં નામ પર પ્રીતિ રાખનારાઁ તેમાં વસશે.

ગીતશાસ્ત્ર 103:20

તેમના હુકમનો અમલ કરનારાં અને તેમની આજ્ઞાઓને સાંભળનારા તેના સમર્થ દૂતો, તમે યહોવાને ધન્યવાદ આપો .

ગીતશાસ્ત્ર 112:1

યહોવાની સ્તુતિ થાઓ! જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે. અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.

ગીતશાસ્ત્ર 134:1

હે યહોવાના સેવકો, રોજ રાત્રે યહોવાના મંદિરમાં સેવા કરતાં સેવકો; તમે યહોવાને સ્તુત્ય માનો.

ગીતશાસ્ત્ર 135:1

યહોવાના નામની સ્તુતિ કરો; હે યહોવાના સેવકો, તમે તેમની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર 135:20

હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો, જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો!

ગીતશાસ્ત્ર 145:10

હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો, અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.

એફેસીઓને પત્ર 5:19

ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરો. તમારાં હૃદયોમાં પ્રભુનાં ગીતો અને ભજનો ગાઓ.

પ્રકટીકરણ 19:5

પછી રાજ્યાસનમાંથી એક વાણી આવી, તે વાણી એ કહ્યું કે:“બધા લોકો જે તેની સેવા કરે છે, આપણા દેવની સ્તુતિ કરો. તમે બધા લોકો નાના અને મોટા જે તેને માન આપો છો, દેવની સ્તુતિ કરો.”

Interlinear

Choose Theme